Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

ભાજપની જીતની આગાહી વચ્ચે શેરબજારમાં તેજીનો માહોલ

શેરબજારમાં આજે ફરી તેજીનું મોજુ ફરી વળ્યું હતું. આજે કારોબાર બંધ રહ્યો ત્યારે સેંસેક્સ ૨૧૬ પોઇન્ટ ઉછળીને ૩૩૪૬૨ની ઉંચી સપાટી ઉપર રહ્યો હતો જ્યારે નિફ્ટી ૮૧ પોઇન્ટ ઉછળીને ૧૦૩૩૩ની સપાટીએ રહ્યો હતો. આજે દિવસ દરમિયાન તેજી રહેતા કારોબારીઓ ખુશખુશાલ દેખાયા હતા. ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ભાજપની જીત માટે દાવા કરવામાં આવ્યા બાદ શેરબજારમાં સવારથી જ લેવાલી જામી હતી. ગુજરાતમાં બીજી અને અંતિમ તબક્કાના મતદાન બાદ એગ્ઝિટ પોલના તારણ જારી કરવામાં આવ્યા બાદ ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ભાજપની જીતના દાવા કરવામાં આવ્યા બાદ શેરબજારમાં તેજી જામી હતી. ગુજરાતમાં ભાજપ સત્તા જાળવી રાખવામાં સફળ રહેશ અને હિમાચલપ્રદેશમાં કોંગ્રેસ પાસેથી ભાજપ સત્તા આંચકી લેશે તેવી આગાહી કરવામાં આવ્યા બાદ શેરબજારમાં સવારથી તેજી રહી હતી. શેરબજારમાં ગઇકાલે ગુરૂવારના દિવસે ફરી એકવાર તેજીનું મોજુ ફરી વળ્યું હતું અને મંદી પર બ્રેક મુકાઈ હતી. કારોબારના અંતે ૧૪મીએ અંતે સેંસેક્સ ૧૯૩ પોઇન્ટ ઉછળીને ૩૩૨૪૬ની સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૫૯ પોઇન્ટ ઉછળીને ૧૦૨૫૨ની સપાટીએ રહ્યો હતો. ગયા શનિવારના દિવસે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કા માટે ૮૯ બેઠક પર મતદાન પૂર્ણ થયુ હતુ. બીજા તબક્કા માટે મતદાન ગઇકાલે મતદાન થયું હતું. જ્યારે પરિણામ ૧૮મી ડિસેમ્બરના દિવસે જાહેર કરવામાં આવનાર છે. બીએસઇ ફાઇલિંગ મુજબ એલઆઇસી જે અગાઉ માસ્ટેકમાં ૬.૧૪ ટકા હિસ્સેદારી ધરાવતી હતી તે હવે ઘટાડીને ૩.૦૫ ટકા કરી ચુકી છે. ગઇકાલે ગુરૂવારના દિવસે શેરબજારમાં કારોબાર પૂર્ણ થયા બાદ ડબલ્યુપીઆઇ ફુગાવાના આંકડા જારી કરવામાં આવ્યા હતા. હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ આધારિત ફુગાવો ડુંગળીની કિંમતમાં તીવ્ર વધારો થવાના પરિણામ સ્વરુપે નવેમ્બર મહિનામાં ઉછળીને ૩.૯૩ ટકા સુધી પહોંચી ગયો છે. સીઝનલ શાકભાજીની કિંમતમાં વધારો થયો છે. ગુરૂવારના દિવસે સરકાર દ્વારા હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ આધારિત ફુગાવાના આંકડા જારી કરવામાં આવ્યા હતા. આ વર્ષે ઓક્ટોબર મહિનામાં ડબલ્યુપીઆઈ ફુગાવો ૩.૫૯ ટકા હતા. ગયા વર્ષે નવેમ્બરમાં ૧.૮૨ ટકા હતો. રસોડા માટે સૌથી ઉપયોગી ગણાતા ડુંગળીની કિંમતમાં વાર્ષિક આધાર પર ગયા મહિને ફુગાવામાં ૧૭૮.૧૯ ટકાનો વધારો થયો છે. સીઝનલ શાકભાજીની કિંમતમાં પણ ઓક્ટોબર મહિનામાં ૩૬.૬૧ ટકા સામે ૫૯.૮૦ ટકા સુધીનો વધારો થયો છે. પ્રોટીનથી ભરપુર ઇંડા, માંસ અને ફીશની કિંમતમાં ૪.૭૩ ટકાની ગતિથી વધારો થયો છે. મેન્યુફેક્ચર ચીજવસ્તુઓ માટે આંકડો ૨.૬૧ ટકા રહ્યો છે. અત્રે નોંધનીય છે કે રિટેલ મોંઘવારીનો દર નવેમ્બર મહિનામાં ૧૫ મહિનાની ઉંચી સપાટી પર પહોંચી ગયો છે. રિટેલ મોંઘવારીનો દર વધીને હવે ૪.૮૮ ટકાના દરે પહોંચી ગયો છે. જ્યારે નિષ્ણાંતો દ્વારા રીટેલ ફુગાવાનો દર ૪.૨દ ટકા રહેવાની વાત કરી હતી. રીટેલ મોંઘવારીનો દર ઓક્ટોબર મહિનામાં ૩.૫૮ ટકા રહ્યો હતો. ખાસ કરીને ફુડ અને ફ્યુઅલ પ્રોડક્ટસની કિંમતમાં વધારો થયો છે. દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો થયો છે. મેન્યુફેકચરિંગ સેક્ટરના ખરાબ પ્રદર્શનના કારણે આઇઆઇપી ગ્રોથ ઓક્ટોબરમાં ઘટીને ૨.૨ ટકા થઇ ગયો છે. જે સપ્ટેમ્બર મહિનામાં ૩.૮ ટકા રહ્યો હતો. સીએફપીઆઇ અથવા તો ખાદ્ય મોંઘવારીનો દર ૪.૪૨ ટકા રહ્યો છે. જ્યારે ઓક્ટોબર મહિનામાં આંકડો ૧.૯૦ ટકા હતો. શેરબજારમાં હવે સોમવારના દિવસે ફરી કારોબાર શરૂ થનાર છે.

Related posts

गांदरबल से दो आतंकवादी गिरफ्तार

aapnugujarat

કોંગ્રેસે મુસ્લિમ વિસ્તારમાં રેલી નહી યોજવા ૨૫ લાખ ઓફર કર્યા હતા : ઓવૈસી

aapnugujarat

भारतीय बैंकों में जमा राशि दुनिया में सबसे कम सुरक्षित

aapnugujarat

Leave a Comment

UA-96247877-1