Aapnu Gujarat
Uncategorized

ઈવીએમમાં નથી થઇ છેડછાડ, ચૂંટણીપંચે ફગાવ્યો કોંગ્રેસનો આરોપ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કા માટેના મતદાન વખતે કોંગ્રેસનાં નેતા અને પોરબંદરના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાએ ઇવીએમમાં છેડછાડનો આરોપ લગાવ્યો હતો. જો કે, ચૂંટણી પંચે કહ્યું કે ફરિયાદકર્તાના મોબાઈલ ફોનમાં બ્લૂટૂથ ઓન કર્યા બાદ જે ઉપકરણની જાણ થઈ તે કોઈ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન નહીં પણ એક મતદાન એજંટનો મોબાઈલ ફોન હતો.નોંધનીય છે કે, અર્જુન મોઢવાડિયાએ આરોપ લગાવ્યો હતો કે પોરબંદરમાં ત્રણ મતદાન કેન્દ્રો પર ઈવીએમ સાથે સંભવિત છેડછાડની ફરિયાદ કરી હતો.  તેમણે દાવો કર્યો કે કેટલાક ઈવીએમ બ્લૂટૂથના દ્વારા બાહરી ઉપકરણો સાથે જોડાયેલા છે. ઇવીએમ સાથે વાઇફાઇ કનેક્ટ કરવામાં આવ્યું છે. તેમના આક્ષેપ પછી ચૂંટણીપંચે તપાસના આદેશ આપ્યા હતા.ઈવીએમ સાથે ગડબડીના અર્જુન મોઢવાડિયાના આક્ષેપ બાદ મુખ્ય ચૂંટણી અધિકારી બી.બી.સ્વૈને જણાવ્યું કે તેના તરફથી તપાસ કરાયા બાદ સાંજે મળેલા રિપોર્ટ અનુસાર ફરિયાદકર્તાના મોબાઈલ ફોનમાં જ્યારે બ્લૂટૂથ ઓન કરવામાં આવ્યું હતું ત્યારે ‘ઈસીઓ ૧૦૫’ તરીકે એક અન્ય ઉપકરણ ઉપલબ્ધ જણાઈ રહ્યું હતું.બી.બી.સ્વૈને જણાવ્યું કે, તપાસ રિપોર્ટ અનુસાર એક મનોજ સિંગરખિયા નામના એક મતદાન એજન્ટ પાસે ઈટેક્સ કંપનીનો મોબાઈલ ફોન હતો જેના પર ‘ઈસીઓ ૧૦૫’ મોડલ નંબર હતો. તેમણે કહ્યું મતદાન એજન્ટ ફરિયાદકર્તાના ફોન નજીક ઊભો હતો જેથી ફરિયાદીને આશંકા ગઈ હશે કે ‘ઈસી’નો મતલબ ઈલેક્શન કમિશન છે.

Related posts

અમદાવાદ સિવિલ : ૭૮% ડૉક્ટર માનસિક તણાવમાં

editor

दिल्ली कोर्ट से ईडी को चिदंबरम को गिरफ्तार करने की इजाजत मिली

aapnugujarat

રાજકોટમાં લૂંટના ઇરાદે આવેલા શખ્સોએ પોસ્ટ ઓફિસના ચોકીદારની હત્યા કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1