Aapnu Gujarat
રાષ્ટ્રીય

ગઢચિરોલીમાં નક્સલ વિરોધી કાર્યવાહીમાં સાત નક્સલવાદી ઠાર

નક્સલવાદીઓના પીપલ્સ લિબ્રેશન ગેરીલા આર્મી સપ્તાહ ટાંકણે જ પોલીસે ચલાવેલા નક્સલવિરોધી અભિયાનને મોટી સફળતા મળી છે. બુધવારે સવારે થયેલા એન્કાઉન્ટરમાં સાત નક્સલવાદી ઠાર થયા હોવાની પ્રાથમિક માહિતી સૂત્રોએ આપી છે. માર્યા ગયેલા નક્સલવાદીઓમાં પાંચ મહિલા અને બે પુરુષનો સમાવેશ થાય છે. પોલીસે તાબડતોબ ૫ નક્સલવાદી ઠાર થયા હોવાની ખાતરી કરી હતી. નક્સલીઓને શોધવાની ઝુંબેશ ચાલુ હોવાનું કહેવાય છે.સિરોંચા તાલુકના ઝિંગાનુર ઉપપોલીસ થાણા અંતર્ગત કલ્લેડના જંગલમાં નક્સલવાદીઓની શિબિર ચાલતી હોવાની માહિતી મળતાં પોલીસની સી-૬૦ ટુકડી સવારે નક્સલવાદીઓની શિબિર તરફ રવાના થઇ હતી.
પોલીસ ટુકડી આવી પહોંચી હોવાનું ધ્યાનમાં આવતા જ નકસલવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો. નક્સલવાદીઓ પૂર્ણ રીતે સાવધ થાય એ પહેલાં જ પોલીસે કરેલા ફાયરિંગમાં નક્સલવાદી ઠાર થયા હતા.આ વરસે ૫મી ડિસેમ્બર સુધીમાં વિવિધ પોલીસ કાર્યવાહીમાં ૯ નક્સલવાદી ઠાર થયા હતા, પરંતુ બુધવારે કરાયેલી પોલીસ કાર્યવાહી સૌથી મોટી હતી, જેમાં સાત નક્સલવાદી માર્યા ગયા હતા. નક્સલ સપ્તાહને લીધે આસિસ્ટન્ટ ડીજીપી ડી. કનકરત્નમ, ડીઆઇજી અંકુશ શિંદેએ ૫-૬ દિવસથી ગઢચિરોલીમાં હાજર હતા. તેમની નકસકલવિરોધી ઝુંબેશને લીધે નક્સલ સપ્તાહમાં નક્સલવાદીઓ કોઇ હિંસા આચરી શક્યા નહોતા એ મહત્ત્વની બાબત છે.

Related posts

મમતાના ગઢ બંગાળમાં ગાબડા પાડવા માટે અમિત શાહ સુસજ્જ

aapnugujarat

15 રાજ્યોના 81 કરોડ રાશનકાર્ડધારકોને ફાયદો

editor

તેલંગાણામાં ટ્રક સાથે કાર અથડાતાં છ લોકોના મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1