Aapnu Gujarat
ગુજરાત

રાહુલ ગાંધી આજથી ફરીથી ઝંઝાવતી પ્રચાર કરવા તૈયાર

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી તા.૯મી ડિસેમ્બરે યોજાવા જઇ રહી છે ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી તા.૮થી૧૧ ડિસેમ્બર દરમ્યાન કોંગ્રેસના ફાઇનલ અને અસરકારક પ્રચાર માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે જેમાં તા.૮મીએ મધ્ય ગુજરાત, તા.૯ અને તા.૧૦મીએ ઉત્તર ગુજરાત અને તા.૧૧મી ડિસેમ્બરે અમદાવાદ શહેરમાં પ્રચારનું આયોજન છે.
આવતીકાલથી ગુજરાતની મુલાકાતે આવી રહેલા રાહુલ ગાંધી પોતાની પ્રચાર રણનીતિમાં આ વખતે અમદાવાદ, છોટા ઉદેપુર, ખેડા, આણંદ, પાટણ, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ફરી લોકસંવાદ યોજશે અને વિશાળ જાહેરસભાઓ સંબોધશે.
રાહુલ ગાંધી ગુજરાતની જનતાને કોંગ્રેસને મત આપી તેને ફરી એકવાર સત્તાનું સુકાન સોંપવા જાહેર અપીલ પણ કરશે.કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આવતીકાલે સવારે ગુજરાત મુલાકાતે આવશે. જેમાં સવારે ૧૦-૦૦ વાગ્યે વડોદરાથી નીકળી બપોરે ૧૨ વાગ્યે છોડા ઉદેપુર જિલ્લામાં પાવી જેતપુર ખાતે એપીએમસી ગ્રાઉન્ડ ખાતે જાહેરસભા સંબોધશે, બપોરે૨-૨૫ મિનિટે રાણેસર ખાતે મોગલધામ મંદિર ખાતે મુલાકાત લઇ દર્શન કરશે, બપોરે ૨-૩૦ વાગ્યે રાણેસર ખાતે જાહેરસભા, સાંજે ચાર વાગ્યે આણંદના ખંભાત-તારાપુર રોડ પર તારાપુર ખાતે વિશાળ ગ્રાઉન્ડમાં કોર્નર મીટીંગ, સાંજે ૫-૨૫ મિનિટે ખેડાના લંબસી ખીતે કોર્નર મીટીંગ, સાંજે ૬-૧૫ વાગ્યે આણંદના માંગરોળ ખાતે રાહુલ ગાંધીનું સ્વાગત અને લોકસંવાદ, સાજે ૬-૩૦ વાગ્યે સોજીત્રા ચોકડી ખાતે સ્વાગત, સાંજે ૭-૧૫ વાગ્યે આણંદમાં લોટેશ્વર ભાગોલ ખાતે વ્યાયામશાળા મેદાનમાં જાહેર મીટીંગ યોજયા બાદ રાહુલ ગાંધી રાત્રે વડોદરામાં રોકાણ કરશે. એ પછી બીજા દિવસે એટલે કે, તા.૯મી ડિસેમ્બરે રાહુલ ગાંધી પાટણમાં ચાણસ્મા ખાતે બપોરે એક વાગ્યે જાહેરસભાને સંબોધન કરશે, બપોરે બે વાગ્યે બનાસકાંઠા જિલ્લાના વડગામ ખાતે પહોંચશે, બપોરે ૨-૩૦ વાગ્યે વડગામના છાપી ખાતે જાહેરસભા, સાંજે ૪-૦૦ વાગ્યે મહેસાણાના વડનગર ખાતે જાહેરસભા, સાંજે પાંચ વાગ્યે વિજાપુરમાં બસ યાત્રા, સાંજે છ વાગ્યે વિજાપુર લાડોલ રોડ પર સાથિયા પાર્ટી પ્લોટ ખાતે જાહેરસભાને સંબોધન કરશે. રાહુલ એ પછી બીજા તબક્કાની તા.૧૪મી ડિસેમ્બરે યોજાનારી ચૂંટણી પહેલા પણ એકાદ મુલાકાત ગુજરાતની લે તેવી પણ શકયતા સેવાઇ રહી છે. દરમ્યાન તા.૧૪મી ડિસેમ્બરે બીજા તબક્કાના મતદાન પહેલાં રાહુલ ગાંધી ફરી એકવાર ગુજરાત મુલાકાતે આવી જાય તેવી પણ શકયતા સેવાઇ રહી છે.

Related posts

રૂપાણીએ મતદાન બાદ ગુજરાતમાં આટલી સીટો જીતવાનો કરી દીધો દાવો, કહ્યું કોંગ્રેસ હતાશ

aapnugujarat

भाजपा को २०१२ की तुलना में अधिक सीटें

aapnugujarat

નર્મદાના ભચરવાડા ગામમાં મહિલા તલાટીને ગ્રામજનોએ બંધક બનાવ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1