Aapnu Gujarat
ગુજરાત

રૂપાણીએ મતદાન બાદ ગુજરાતમાં આટલી સીટો જીતવાનો કરી દીધો દાવો, કહ્યું કોંગ્રેસ હતાશ

લોકસભાનાં ત્રીજા તબક્કાનું મતદાન આજે પુર્ણ થયું છે. ત્રીજા તબક્કામાં ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર મતદાન પ્રક્રિયા યોજાઇ હતી. પાછલી તમામ ચૂંટણીઓ કરતા આ વખતે મતદાન નીરસ રહ્યુ હતું.
સાંજે ૬ કલાકે મતદાન ની સમયમર્યાદા પુર્ણ થયા બાદ ગુજરાતનાં સીએમ વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમજ મતદાન અંગે ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો.
સાંજે ૬ કલાકે મતદાન પુર્ણ થયા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતનાં તમામ મતદાર ભાઈઓ-બહેનોનો આભાર માન્યો હતો. તેમજ જણાંવ્યું હતું કે મતદાન બાદ કોંગ્રેસ હતાશ છે. તેમજ અમે ગુજરાતની ૨૬ બેઠકો પર જીત હાંસલ કરીશું. મહત્વનું છે કે ગુજરાતનાં આદિવાસી વિસ્તારો અને ગામડાઓમાં ભારે મતદાન થયું હતું. તેમજ ગરમીને કારણે લોકોએ બપોરે ઘરમાંથી બહાર નિકળવાનું ટાળ્યું હતું.
૨૦૧૭ની વિધાનસભા અને ૨૦૧૪ની લોકસભા ચૂંટણી કરતા આ વખતે ૨૦૧૯ની ખરાખરીનાં જંગમાં મતદાનની ટકાવારી બહુ ઓછી જોવા મળી છે. તેમજ આ વખતે ૬૧-૬૨ ટકા જેટલું સરેરાશ મતદાન નોધાયું છે.
આજે ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર મતદાન થયું હતું. તેમજ બરાબર એક મહિના બાદ આગામી ૨૩ મેનાં રોજ પરિણામો જાહેર કરાશે.

Related posts

ભાજપના ૨૧ ધારાસભ્યોએ કોંગ્રેસનો સંપર્ક કર્યાનો દાવો

aapnugujarat

व्यापारियों की समस्या खत्म करने को सरकार प्रतिबद्ध

aapnugujarat

રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ગંદકીનું સામ્રાજ્ય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1