Aapnu Gujarat
ગુજરાત

ભાજપના ૨૧ ધારાસભ્યોએ કોંગ્રેસનો સંપર્ક કર્યાનો દાવો

દેશના પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો સફાયો થતા અને ત્રણ મોટા રાજ્યો કોંગ્રેસે જીતી લેતા તેની અસર ગુજરાતના રાજકારણ પર પણ શરૂ થઇ છે. સચિવાલયમાં ચાલી રહેલી ચર્ચા મુજબ અને આધારભૂત સૂત્રો જણાવે છે કે ભાજપના બે ડઝનથી વધુ ધારાસભ્યો કોંગ્રેસના સંપર્કમાં છે. જેમાં મધ્ય ગુજરાતના ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ધારાસભ્યોનો સમાવેશ થાય છે. કોંગ્રેસના પ્રમુખે ૨૧ ધારાસભ્યો અમારી સાથે સંપર્કમાં હોવાનો દાવો કર્યો છે તો કોંગ્રેસે આ બળવાખોરોનો સાથ લઇને ભાજપને ઘરભેગું કરી દેવું જોઇએ. રાજકીય નિષ્ણાતો કોંગ્રેસના આ દાવાને ટાઢાપોરનું ગપ્પુ ગણાવી રહ્યાં છે. કોંગ્રેસ સાથે ૧૫ ધારાસભ્યો જાય તો પણ રાહુલ ગાંધી રૂપાણી સરકારને ઉથલાવાની પૂરી તૈયારી કરી લે. રાજીવ સાતવ હાલમાં પણ ગુજરાતમાં છે. આ સમયે રાહુલ ગાંધી માટે સૌથી મોટી આ તક છે. જે તેઓ ક્યારેય પણ છોડે તેવી સંભાવના નથી. એટલે જસદણની ચૂંટણી પહેલાં કોંગ્રેસ ખોટો પ્રચાર કરી રહી હોવાનો ભાજપ દાવો કરી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ભાજપ સરકાર અને સંગઠનમાં ભારે અસંતોષ જોવા મળે છે. સરકાર અને સંગઠનની વચ્ચે કોઇ તાલમેલ પણ નથી. નાના-મોટા સિનિયર કાર્યકરો અને આગેવાનો તેમજ ધારાસભ્યોને પણ એવું લાગે છે કે તેમનું કોઈ સાંભળતું નથી. માત્ર બેથી ત્રણ નેતાની આસપાસ જ સત્તા કેન્દ્રિત થઇ ગઈ છે. ભાજપમાં જ ત્રણ દાયકા સુધી રહેલા અને ચારથી પાંચ દરમિયાન સતત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા નેતાઓની પણ ભારે અવગણના થઈ રહી છે.સાવ નવા નિશાળિયા આવેલા લોકોને મંત્રીપદ તેમજ અન્ય સારા હોદ્દા આપી દેવામાં આવે છે જ્યારે તન-મન-ધનથી વર્ષોથી સેવા કરી રહેલા પાયાના આગેવાનો અને ચૂંટાયેલા ધારાસભ્યોને કોઈ હોદ્દા હોતા નથી.આ બાબતને લઈને ભાજપ ચરમસીમા પર છે આવી સ્થિતિમાં પાંચ રાજ્યોમાં ભાજપને ફટકો પડતાં ભાજપના આવા અસંતુષ્ટ ધારાસભ્યો અને નેતાઓ કોંગ્રેસ સાથે સતત સંપર્કમાં છે. કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ પણ આ બાબતની પુષ્ટિ કરતા કહ્યું છે કે ૨૧થી વધારે ધારાસભ્યો અમારા સંપર્કમાં છે.

Related posts

વિરમગામમાં પ્રકૃતિ વંદના કાર્યક્રમ યોજાયો

editor

મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા ધોળકામાં ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦-૨૨ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

aapnugujarat

મોડાસામાં દલિત યુવતી પર થયેલા દુષ્કર્મના વિરોધમાં લીમડીમાં કેન્ડલ માર્ચ યોજાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1