Aapnu Gujarat
ગુજરાત

મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા ધોળકામાં ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦-૨૨ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

અમદાવાદ જીલ્લાના ધોળકા ખાતે રાજ્ય સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા પોષણ અભિયાન હેઠળ પોષણ અભિયાન ૨૦૨૦ અંતર્ગત કોઠ ગામે શ્રી ડીજે વાઘેલા હાઈસ્કૂલમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગાન અને ગાંધી નિર્વાણ શહીદ દિન નિમિત્તે બે મિનિટનું મૌન પાળી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ચેરમેન ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ કુશળસિંહ પઢેરિયા તથા મુખ્ય અતિથિ તરીકે કિરીટસિંહ ડાભી ચેરમેન જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, માજી ધારાસભ્ય કાંતિભાઈ લકુમ, ભાજપના અન્ય હોદ્દેદારો અને જિલ્લા કક્ષાએથી નરેન્દ્રસિંહ રાઠોડ તેમજ તાલુકા વિકાસ અધિકારી ધોળકા, સીડીપીઓ ધોળકા ઘટક ૨ દર્શનાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં વિગતવાર ચર્ચા કરતા બાળકોને અન્ન પ્રાસાન વિધિ કરવામાં આવી તથા જે બાળકો તંદુરસ્ત હરિફાઈમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આવેલ તે બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું ત્યારબાદ પોષણ સંદર્ભે રસોઈ શો નું આયોજન કરી અને તેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય આવેલ બહેનો નું સન્માન કરવામાં આવ્યું તથા કુપોષિત બાળકોને દત્તક લેવામાં આવેલ છે તેવા દત્તક લેનાર વાલી ઓને પણ સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું, જેવો દાતા તેમજ પાલક પિતા તરીકેનો રોલ ભજવશે. આ પોષણ અભિયાન હેઠળ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરી અને આંગણવાડી દ્વારા આપવામાં આવતી સવલતો બાબતે દર્શનાબેન દ્વારા વિગતવાર માહિતી સાથે વક્તવ્ય આપ્યું હતું. કિરીટસિંહ ડાભી દ્વારા આપણા અગાઉના મુખ્યમંત્રી અને અત્યારે હાલના પ્રધાનમંત્રી દ્વારા જે દીર્ઘદ્રષ્ટિ વાપરી આયોજનો કર્યા છે તેની અમલવારી કરવામાં આવી રહેલ સરકાર દ્વારા જે સારા સારા કાર્યક્રમો થાય છે તેના વિશે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. કુશળસિંહ પઢેરિયા દ્વારા વિવિધ ઉદાહરણો સાથે આ યોજનાનો લાભ કેવી રીતે લઈ શકાય અને રાજ્ય સરકાર દ્વારા તમામ વિવિધ સારી કામગીરીઓની વિગતવાર સચોટ માર્ગદર્શન સાથે માહિતી આપી હતી. આ તમામ કામગીરીના અધિકારી તરીકે નરેન્દ્રસિંહ રાઠોડ ઉપસ્થિત રહી અને તેમને પણ આગણવાડી થી જે વિવિધ સેવાઓ મળે છે તેના વિશે પણ લોકોને જાણકારી આપી હતી. વધુમાં આ પધારેલ મહાનુભાવો દ્વારા આંગણવાડી ની મુલાકાત કરવામાં આવી અને મુલાકાત બાદ નિયત નમૂનામાં આપેલ ચેક લીસ્ટ પણ ભરવામાં આવ્યો હતો. તેની સાથે સાથે નાના ભૂલકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યા તે તમામ બાળકોને મહાનુભાવો દ્વારા ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વધુમાં રાજય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલ વિવિધ નાની ફિલ્મો જેવી કે બીજું પિયરઘર તથા વૃક્ષમાં બીજ તું તેમજ અમૂલ્ય ૧૦૦૦ દિવસ બધા તથા પોષણ અદાલત કે જે શાળાના બાળકો દ્વારા નાટક ભજવવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત પોષણની આરતી પણ કરવામાં આવી હતી. આમ સરકારની તમામ યોજનાઓનો ચરિતાર્થ કરતો અહેવાલ રજૂ કરી ગ્રામજનો આજુબાજુમાંથી અંદાજીત ૫૦૦ કરતાં પણ વધારે વ્યક્તિઓના સમૂહ ને માર્ગદર્શન આપી આ કાર્યક્રમ સુચારુ રૂપે સફળ રીતે પૂર્ણ કરવામાં આવ્યો હતો.
(તસવીર / અહેવાલ :- વંદના નીલકંઠ વાસુકિયા, વિરમગામ)

Related posts

અમ્યુકોમાં આંતરિક વિવાદ વધ્યો : રૂપાણી સુધી ફરિયાદ

aapnugujarat

‘સ્કીલ + વિલ + ઝીલ = વિન’ન આ સૂત્રને સૌએ ચરિતાર્થ કરવું જોઈએ – મંત્રી બ્રિજેશ મેરજા

aapnugujarat

ઉંઝામાં વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરાઈ

editor

Leave a Comment

UA-96247877-1