Aapnu Gujarat
ગુજરાત

મોદી ગુજરાતમાં આજે ચાર વિકાસ રેલી કરશે

વડાપ્રધાન નરેન્દ્રી મોદી આવતીકાલે પણ ઝંઝાવતી પ્રચારનો દોર જારી રાખશે. બીજા તબક્કાની ચૂંટણીને લઇને મોદી ભાભર, કલોલ, હિંમતનગર અને નિકોલમાં જાહેરસભાઓ કરશે. ભાજપના પ્રદેશ પ્રવક્તા જગદીશ ભાવસારે આ અંગેની માહિતી આપતા કહ્યું હતું કે, મોદી પ્રચારનો દોર યથાવતરીતે જારી રાખશે. પ્રચંડ મતદાન કરવા લોકોને અપીલ કરશે. રાજયમાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબકકા માટે શનિવારના રોજ ૮૯ બેઠકો ઉપર મતદાન પ્રક્રીયા હાથ ધરવામા આવશે ત્યારે બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે શુક્રવારે અમદાવાદ સહિત કુલ ચાર વિધાનસભા બેઠકો ઉપર જંગી જાહેરસભાને સંબોધિત કરશે.જેમાં અમદાવાદ શહેરની વટવા વિધાનસભા બેઠકનો પણ સમાવેશ થાય છે.આ અંગે મળતી માહિતી અનુસાર,પોતાના ગૃહરાજયમાં સત્તા સતત ચોથી વખત ભાજપને મળે એ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે રાજયની વિવિધ વિધાનસભા બેઠકો માટે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.છેલ્લા કેટલાક દિવસોથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ-૨૦૧૪ની લોકસભા ચૂંટણી બાદ પહેલી વખત રાજયમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર અને પ્રવાસ કરવામાં આવી રહ્યો છે.વડાપ્રધાન આવતીકાલે ૮ ડિસેમ્બરના રોજ સવારે ૧૧ કલાકે ભાભરમાં જનસભાને સંબોધિત કરશે. આ પછી તેઓ બપોરે ૧૨.૩૦ કલાકે કલોલ ખાતે જાહેરસભાને સંબોધિત કરશે.
બપોરે ૨.૩૦ કલાકે તેઓ દ્વારા હિંમતનગર ખાતે જાહેરસભાને સંબોધિત કરવામાં આવશે.બપોરે ચાર કલાકે તેઓ અમદાવાદ શહેરની વટવા વિધાનસભા બેઠક ઉપર જાહેરસભાને સંબોધિત કરશે.આ બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર તરીકે રાજયના વર્તમાન ગૃહરાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ચૂંટણીજંગમાં ઝુકાવવામાં આવ્યુ છે.
આ સાથે ૯ ડિસેમ્બરને શનિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે ૯.૩૦ કલાકે લુણાવાડા ખાતે જાહેરસભાને સંબોધિત કરશે.બપોરે ૧૧.૦૦ કલાકે બોડેલી ખાતે જાહેરસભાને સંબોધિત કરશે.બપોરે ૧૨.૦૦ કલાકે આણંદ ખાતે જનસભાને સંબોધિત કરશે.જ્યારે બપોરે ૩.૦૦ કલાકે મહેસાણામાં જાહેરસભાને સંબોધિત કરશે.

Related posts

गुजरात में एक RTI कार्यकर्ता के बेटे की हत्या, कांग्रेस ने भाजपा पर साधा निशाना

aapnugujarat

ઇડર તાલુકાના ચાંડપ ગામે આઈસીડીએસની આંગણવાડી જર્જરિત હાલતમાં

aapnugujarat

વડોદરા જિલ્લાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સમાવેશ માટે અરજીઓ મોકલી આપો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1