Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સુપ્રીમ કોર્ટે ગુજરાત સહિત ૧૨ રાજ્યને ફટકાર્યો બે લાખનો દંડ

સુપ્રીમ કોર્ટે વિધવાઓને આશ્રય અને પુનર્વાસ માટે આપેલા દિશા નિર્દેશોનું પાલન નહીં કરવા પર ગુજરાત સહિત ૧૨ રાજ્યને બે-બે લાખનો દંડ ફટકાર્યો છે.જે રાજ્યોએ સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કર્યું છે, પણ અડધી સુચના આપી છે, તેવા રાજ્યને એક-એક લાખ રૂપિયાનો દંડ કર્યો છે અને જે રાજ્યો પર બે-બે લાખ રૂપિયા દંડ ફટકાર્યો છે. તેમાં ગુજરાત, તમિલનાડુ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, કર્ણાટક, મિઝોરમ, આસામ, હિમાચલ પ્રદેશમ, જમ્મુ-કાશ્મીર અને અરૂણાચલ પ્રદેશ સામેલ છે.
તમને જણાવી દઈએ કે વિધવાઓની આર્થિક સહાયના પ્રસ્તાવ માટે સુપ્રીમ કોર્ટે પાંચ સભ્યની કમિટી બનાવી હતી. આ કમિટીમાં વકિલ અને સામાજિક કાર્યકર્તાઓને સામેલ કર્યા છે, આ કમિટીમાં એનજીઓ જાગોરીની સુનિતા ઘર, ગિલ્ડ ફોર સર્વિસની મીરા ખન્ના, વકીલ અને સામાજિક કાર્યકર્તા આભા સિંધલ જોશી, હેલ્પ એઝ ઈન્ડિયા અને સુલભ ઈંટરનેશનલના એક-એક પ્રતિનિધિ સામેલ છે.
ગત ૧૮ જુલાઈએ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે જે વિધવાઓની ઉંમર ઓછી છે તેના પુનર્વિવાહની યોજનાઓ બનાવો. કોર્ટે વિધવા કલ્યાણના રોડમેપ પર વાંધો ઉઠાવતા કહ્યું હતું કે વિધવા મહિલાઓ કરતા જેલના કેદીઓને સારું ખાવાનું મળે છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ૧૮ વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓ લગ્ન કઈ રીતે કરી શકે. તેનું વિધવા થવા પર તેનો પરિવાર તેને કઈ રીતે છોડી શકે છે.

Related posts

UK PM Boris Johnson cancelled his visit to India on Republic day

editor

બળવાખોરોએ શિવસેનાને તોડવાનું કામ કર્યું છે : UDDHAV THCKERAY

aapnugujarat

૬ કરોડથી વધુ જનધન ખાતા નિષ્ક્રિય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1