Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૬ કરોડથી વધુ જનધન ખાતા નિષ્ક્રિય

કેન્દ્ર સરકારે ગુરુવારે કહ્યું કે કુલ ૩૧ કરોડ જનધન ખાતાઓ માંથી આશરે ૨૦ ટકા ખાતાઓ નિષ્ક્રિય છે. રાજ્યના નાણા મંત્રી શિવપ્રતાપ શુક્લાએ રાજ્ય સભામાં એક સવાલના લેખિત જવાબમાં કહ્યું કે ફેબ્રુઆરી સુધી ખોલવામાં આવેલા આશરે ૩૧.૨૦ કરોડ જનધન ખાતાઓમાં કુલ જમા રકમ ૭૫,૦૦૦ કરોડ રૂપિયાથી વધારે હતી, જેમાંથી ૨૫.૧૮ કરોડ ખાતાઓ માંથી લેવડ-દેવડ કરવામાં આવી રહી હતી. તેનો અર્થ એ છે કે પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખોલવામાં આવેલા ૬ કરોડથી પણ વધુ ખાતાઓ નિષ્ક્રિય છે.
શિવપ્રતાપ શુક્લાએ તેમ પણ કહ્યું કે આ યોજનાની શરૂઆત બાદથી ફેબ્રુઆરી સુધી આશરે ૫૯ લાખ જનધન ખાતાઓ બંધ કરી દેવામાં આવ્યાં છે. તેમણે જણાવ્યું કે ખાતાધારકની વિનંતી પર જનધન ખાતાઓ બંધ કરવામાં આવ્યાં છે. કેટલાંક જનધન ખાતાના ધારકોના આગ્રહ પર બચત ખાતામાં ફેરફારના કારણે બંધ કરવામાં આવ્યાં.જનધન યોજનાની ઘોષણા ૧૫ ઓગસ્ટ ૨૦૧૪ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. તેનો શુભારંભ ૨૮ ઓગસ્ટ ૨૦૧૪ના રોજ કરવામાં આવ્યો હતો. આ યોજનાની સત્તાવાર શરૂઆત પહેલા વડાપ્રધાને તમામ બેન્કોને ઇ-મેઇલ મેકલ્યો જેમાં તેમણે દરેક પરિવાર માટે બેન્ક ખાતાને એક રાષ્ટ્રીય પ્રાથમિકતા ઘોષિત કર્યા અને સાત કરોડથી પણ વધારે પરિવારોને આ યોજનામાં પ્રવેશ આપવા અને તેમનાં ખાતા ખોલવા માટે તમામ બેન્કોને કમર કસવા માટે કહ્યું. યોજનાના ઉદઘાટનના દિવસે જ ૧.૫ કરોડ બેન્ક ખાતા ખોલવામાં આવ્યાં.

Related posts

किसानों की उन्नत किस्म की फसल को एक्सपोर्ट करने की सुविधा उपलब्ध कराएगी सरकार – योगी

aapnugujarat

Maratha reservation valid, but should be reduced to 12-13% : Bombay HC

aapnugujarat

नक्सल प्रभावित गांव में शिक्षा की नई रोशनी फैला रही है राज्य सरकार : CM बघेल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1