Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

હાદિયાનો પતિ આઇએસના સંપર્કમાં હતો : એનઆઇએ

નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઇએ) દ્વારા તપાસ બાદ દાવો કર્યો છે કે અખિલા અશોકન ઉર્ફે હાદિયાનો પતિ શફીન લગ્નથી એક મહિના પહેલા ક્લોઝ્‌ડ ફેસબુક ગ્રુપ અને એક લોકપ્રિય મેસેજિંગ એપ મારફતે ત્રાસવાદી સંગઠન આઇએસના સંપર્કમાં હતો. આ બંધ કરવામાં આવેલા ફેસબુક ગ્રુપમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાની પોલિટિકલ વિંગ એસડીપીઆઇના કેટલાક સભ્યો જોડાયેલા હતા. તપાસમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે ઉમર અલ હિન્દી મામલે ધરપકડ કરવામાં આવેલા મનસીદ અને પી સાફવાન પણ આ ગ્રુપમાં સામેલ હતા. મનસીદ અને સાફવાનની ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં ઉમર અલ હિન્દી મામલામાં પકડી લેવામાં આવ્યા હતા. આ મામલામાં તેમના પર આરોપ છે કે આઇએસથી પ્રભાવિત તે ગ્રુપ દક્ષિણ ભારતમાં હાઇકોર્ટના જજ, પોલીસ અધિકારી અને રાજકીય નેતાઓ પર હુમલા માટે કાવતરા ઘડી કાઢવામાં વ્યસ્ત છે. એનાઇએ નક્કર પણે માને છે કે મનસીદ અને એસડીપીઆઇમાં તેમના અન્ય સાથી રહેલા છે. આ લોકોએ હાદિયાનો સંપર્ક શફીન સાથે કરાવ્યો હતો. તે પહેલા દાવો કરવામાં આવી રહ્યો હતો કે હાદિયા અને શાફીનની ઓળખ મેટ્રિમોનિયલ સાઇટ મારફતે થઇ હતી.

Related posts

એમ.જે. અકબર સામે MEA કમિટિ ચકાસણી નહીં કરી શકે

aapnugujarat

કેન્દ્ર સરકારે પીપીઓને લઈને ભર્યા ખાસ પગલા

editor

यदि संसद कहेंगी तो PoK के सामने लिया जाएगा एक्शन : आर्मी चीफ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1