Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

એમ.જે. અકબર સામે MEA કમિટિ ચકાસણી નહીં કરી શકે

વિદેશ મંત્રાલયની ઇન્ટરનલ કમિટિ ઓન પ્રિવેન્શન ઓફ સેક્સુયલ હેરેસમેન્ટ એમજે અકબરની સામે મુકવામાં આવેલા આક્ષેપોમાં તાપસ કરી શકશે નહીં. આ વાત વિદેશ મંત્રાલયના પીઓએસએચ સેલના મેમ્બર એડવોકેટ અર્પણા ભટ્ટ દ્વારા કરવામાં આવી છે. અર્પણા આઈસીસી સેલના ચાર સભ્યોની કમિટિના એક હિસ્સા તરીકે છે જેના ઉપર મંત્રાલયમાં જાતિય સતામણીની ફરિયાદોમાં તપાસ કરવાની જવાબદારી છે. અર્પણાએ કહ્યું છે કે, આઈસીસીના સંદર્ભમાં તેમની સમજ છે તે મુજબ જો જાતિય સતામણીની ઘટના સંગઠનમાં થાય છે તો આઈસીસી તપાસ કમિટિ સક્ષમ ઓથોરિટી થાય છે. આઈસીસી બહાર મુકવામાં આવેલા આક્ષેપોની તપાસ કરી શકે નહીં. જો આક્ષેપો તપાસ કરવા લાયક છે તો તે જુદો મામલો છે. અર્પણાએ આઈસીસીની હદના સંદર્ભમાં વાત કરતા કહ્યું છે કે, આ આંતરિક કમિટિ કેટલીક મર્યાદાઓ ધરાવે છે જેમાં તે એવા જ જાતિય સતામણીના મામલામાં તપાસ કરી શકે છે જે કોઇ વ્યક્તિએ વિદેશ મંત્રાલયના સભ્ય તરીકે ઓફિસની હદમાં અથવા તો બહાર કરવામાં આવ્યા છે. અર્પણાનું કહેવું છે કે, જો કોઇ ઘટના ખુબ વર્ષો પહેલા કોઇ અન્ય સંસ્થામાં થઇ છે તો આઈસીસી આ ઘટનાને હાથ ધરી શકે છે કે કેમ તે અંગે તેમની પાસે માહિતી નથી. તેમણે કહ્યું હતું કે, આ કોઇ હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટ જેવી સંસ્થા નથી. માત્ર એક તપાસ સમિતિ છે. આ સંદર્ભમાં વિસ્તૃત જાણકારી માટે વિદેશ મંત્રાલયના આઈસીસીના ચેરમેન મધુમિતાને મોકલવામાં આવેલા ઇમેઇલના સંદર્ભમાં વધુ માહિતી ળી શકી નથી. વિદેશ રાજ્યમંત્રી એમજે અકબર પર અનેક મહિલાઓ દ્વારા ગંભીર પ્રકારના આક્ષેપો કરવામાં આવી ચુક્યા છે જ્યારે અકબર પત્રકારત્વના ક્ષેત્રમાં હતા ત્યારે અનેક મહિલાઓ દ્વારા તેમના ઉપર સતામણીના આક્ષેપો કર્યા હતા. ડેઇલી ન્યુઝપેપર ટેલિગ્રાફ અને એશિયન એજના સ્થાપક અને એડિટર રહી ચુકેલા અકબરે આ પ્રકારના આક્ષેપોને રદિયો આપ્યો છે અને સાથે સાથે એમ પણ કહ્યું છે કે, પત્રકાર પ્રિયા રામાણીની સામે માનહાનિનો અપરાધીક કેસ દાખલ કરવામાં આવી ચુક્યો છે.
પ્રિયાએ વોગ મેગેઝિનના એક ન્યુઝ આર્ટિકલમાં લખ્યું છે કે, અકબરે મુંબઈની એક હોટલમાં નોકરી માટે ઇન્ટરવ્યુ લીધા બાદ ઇન્ટરવ્યુ દરમિયાન અકબર તરફથી ડ્રીંક્સ ઓફર કરવા અને નજીકમાં બેસવા જેવી બાબતોનો ઉલ્લેખ કરવાાં આવ્યો હતો. છેલ્લા ૧૦ દિવસમાં મી ટુ ઝુંબેશમાં અનેક મહિલાઓ સોશિયલ મિડિયા ઉપર આવીને કર્મચારીઓ દ્વારા જાતિય સતામણીની ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે. આમાથી કેટલીક ઘટનાઓ ઘણી જુની રહેલી છે.

Related posts

कर्नाटक में चल रहे खेल के बीच बागी विधायकों पर फैसले के खिलाफ कांग्रेस पहुंची सुप्रीम

aapnugujarat

“મારા આદરના સૌથી નીચા સ્તરે જઈને, મેં તેમને સંતુષ્ટ કરવાનો પ્રયાસ કર્યો ! : SHIVPAL YADAV

aapnugujarat

पाकिस्तान अधिकृत कश्मीर को वापस लेना अगला लक्ष्य : केंद्रीय मंत्री डॉ. जितेंद्र सिंह

aapnugujarat

Leave a Comment

UA-96247877-1