Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

લાલુ સહિત આઠ નેતાઓની સુરક્ષા ઘટાડી દેવાઇ

બિહારના ૬ણ મોટા નેતા સહિત કુલ આઠ વીવીઆઇપી નેતાઓની સુરક્ષામાં આખરે ઘટાડો કરવામાં આવ્યો છે. બિહારના બે પૂર્વ મુખ્યપ્રધાન લાલુ પ્રસાદ યાદવ અને અને જીતનરામ માંઝીની સુરક્ષામાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જેડીયુના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ યાદવ સહિત કુલ આઠ વીવીાઇપી નેતાઓની સુરક્ષામાં ઘટાડો કરવામાં આવ્યો છે. લાલુ પ્રસાદ યાદવ હજુ સુધી ઝેડ પ્લસની સુરક્ષા ધરાવતા હતા. જો કે હવે તેમની સુરક્ષા ઘટાડીને ઝેડ શ્રેણીની કરી દેવામાં આવી છે. જીતનરામ માંઝીને પણ હવે ઝેડ શ્રેણીની સુર૭ા આપવામાં આવી છે. આ ઉપરાંત લાલુ પ્રસાદ યાદવની સુરક્ષામાં તૈનાત કરવામાં આવેલા નેશનલ સિક્યુરિટી ગાર્ડના કમાન્ડોને પણ પરત બોલાવી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા અન્યોની સુરક્ષા ઘટાડી દેવામાં આવી છે. ગુજરાતમાંથી રાજ્યપ્રધાન હરિભાઇ ચૌધરી, સર્વોચ્ચ ન્યાયાલયના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ટીએસ ઠાકુર, જામા મસ્જિદના શાહી ઇમામ બુખારી, દિલ્હીના પૂર્વ લેફ્ટી. ગવર્નર નજીબ જંગની સુરક્ષામાં પણ ઘટાડો કરી દેવામાં આવ્યો છે. આ વર્ષે જુલાઇ મહિનામાં કેન્દ્ર સરકારે લાલુ પ્રસાદ યાદવ અને તેમના પત્નિ રાબડી દેવીને પટણા એરપોર્ટ પર મળનાર સુવિધાને પરત ખેંચી લેવાની જાહેરાત કરી હતી. લાલુ પ્રસાદ યાદવ મોદીની નક્કર વિરોધી તરીકે રહ્યા છે. વારંવાર મોદીની ટિકા કરતા રહ્યા છે. લાલુ પ્રસાદ યાદવ હજુ સુધી ઝેડ પ્લસની સુરક્ષા ધરાવતા હતા. હવે તેમની સુર૭ા ઝેડ ક્લાસની રાખવામાં આવી છે. લાલુ ઉપરાંત શરદ યાદવની સુરક્ષામાં પણ નોધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે. સુરક્ષામાં ઘટાડો કરવા માટેની કોઇ સ્પષ્ટ વાત કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા હજુ કરવામાં આવી નથી.

Related posts

ભારતની આક્રમકતા બાદ યુરોપિયન યુનિયનના ૭ દેશોએ કોવીશીલ્ડને માન્યતા આપી

editor

સિલિન્ડરની કિંમતમાં ૫.૯૧ રૂપિયાનો ઘટાડો

aapnugujarat

सुप्रीम की टिप्पणी से नाराज वकील राजीव धवन ने लिया संन्यास

aapnugujarat

Leave a Comment

UA-96247877-1