Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

લવ જેહાદ કેસ : હાદિયાએ સ્વતંત્રતાની કરેલી રજૂઆત

કેરળ લવ જેહાદ કેસમાં આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ કેસને લઇને સુપ્રીમ કોર્ટમાં ઉપસ્થિત રહેલી હાદિયાએ પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. હાદિયાએ કોર્ટમાં સાફ શબ્દોમાં કહ્યું હતું કે, તેને સ્વતંત્રતા જોઇએ છીએ અને તે પોતાના પતિથી મળવા ઇચ્છુક છે. આ ગાળા દરમિયાન એનઆઈએ દ્વારા કોર્ટમાં ૧૦૦ પાનાની તપાસ રિપોર્ટ પણ રજૂ કરવામાં આવી હતી. હજુ સુધી આ બાબત જાણી શકાય નથી કે આ અહેવાલમાં કઇ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાલમાંમ કોર્ટે હાદિયાએ અભ્યાસ જારી રાખવાની મંજુરી આપીને તેને કોલેજ મોકલવાનો આદેશ કર્યો હતો. મામલાની આગામી સુનાવણી જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમા ંહાથ ધરવામાં આવનાર છે. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે હાદિયાને પ્રશ્ન કર્યો હતો કે, શું તે સરકારી ખર્ચ પર પોતાના અભ્યાસને જારી રાખવા માંગે છે કે કેમ. આના જવાબમાં હાદિયાએ કહ્યું હતું કે, તે અભ્યાસને આગળ વધારવા માંગે છે પરંતુ સરકારી ખર્ચ ઉપર આગળ વધવા ઇચ્છુક નથી. તેના પતિ તેનું ધ્યાન રાખી શકે છે. કોર્ટે હાદિયાને અભ્યાસ પૂર્ણ કરવા માટે તમિળનાડુના શેલમ મોકલવાનો આદેશ કર્યો હતો જ્યાં તે કોલેજ હોસ્ટેલમાં રહેશે. તમિળનાડુ સરકાર તેને પુરતી સુરક્ષા આપશે. એક મહિલા સુરક્ષા કર્મી હમેશા તેની સાથે રહેશે. આ અગાઉ જ્યારે કોર્ટે એનઆઈએની દલીલો સાંભળી રહી હતી ત્યારે હાદિયાના પતિ સફીન જેના વકીલ તરીકે કપિલ સિબ્બલ છે. સિબ્બલે સુનાવણી દરમિયાન નારાજગી વ્યક્ત કરીને કહ્યું હતું કે, હાદિયા અહીં આવી છે અને કોર્ટે તેની રજૂઆત સાંભળવી જોઇએ. એનઆઈએની રજૂઆત સાંભળવી જોઇએ નહીં. તેને પોતાની લાઇફ અંગે નિર્ણય કરવાનો અધિકાર છે. અત્રે નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે છેલ્લી સુનાવણીમાં ટિપ્પણી કરી હતી કે, યુવતી સગીર છે અને તેની ઇચ્છા મહત્વપૂર્ણ છે. કોર્ટે કહ્યું હતું કે, સગીર હોવાના કારણે યુવતી કોઇની પણ સાથે જવા માટે સ્વતંત્ર છે. એનઆઈએ દ્વારા આના જવાબમાં કહ્યું હતું કે, તે કેરળમાં આ પ્રકારના ૮૯ મામલાઓમાં એક પ્રકારનો આ પ્રથમ કેસ જોયો છે. સુપ્રીમ કોર્ટ સમક્ષ હાજર થવા માટે રવાના થતા પહેલા પણ હાદિયાએ કેરળમાં ગઇકાલે કહ્યું હતું કે, કોઇને પણ તેને ઇસ્લામમાં ધર્માંતરણ કરવા માટે ફરજ પાડી નથી. તે પોતાના ૨૫ વર્ષીય પતિ સફીનની પાસે જવા ઇચ્છુક છે. અખીલા અશોકન ઉર્ફે હાદિયાએ ધર્મ પરિવર્તન કરીને સફીન નામના શખ્સ સાથે લગ્ન કર્યા હતા. યુવતીના પિતા અશોકને કેરળ હાઈકોર્ટમાં અપીલ દાખલ કરને લગ્ન રદ કરવાની માંગ કરી હતી. અને આક્ષેપ કર્યો હતો કે, તેના બળજબરીપૂર્વક લગ્ન થયા છે. લવ જેહાદનો મામલો હાલ ચર્ચાસ્પદ બની રહ્યો છે.

Related posts

પઠાણકોટ હુમલા અંગે વધુ પુરાવા ભારતને મળ્યાં

aapnugujarat

પેટ્રોલ -ડીઝલની કિંમતમા ફરી વધારો

aapnugujarat

શેરબજારમાં પ્રવાહી સ્થિતિ રહે તેવી વકી : ૭ પરિબળ પર નજર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1