Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા

શિયાળાની શરૂઆતની સાથે શાકભાજીના ભાવમાં અતિશય વધારો થયો છે. આ વર્ષે શાકભાજીના ભાવ ઘટવાની જ્ગ્યાએ વધી રહ્યાં છે. સામાન્ય રીતે શિયાળાની શરૂઆતની સાથે શાકભાજીના ભાવમાં ઘટાડો થાય છે પરંતુ આ વખતે ડુંગળી, કોબી, વટાણા, ટામેટા જેવી શાકભાજીના ભાવમાં વધારો થઇ રહ્યોં છે અને ગત વર્ષની સરખામણી આ વખતે કેટલાક શાકભાજીના ભાવમાં અતિશય વધારો થયો છે. ડુંગળી અને ટામેટાના ભાવમાં બમણો વધારો થવાથી ગૃહિણીઓના બજેટને અસર થઇ છે.કેટલાક રાજ્યોમાં ભારે વરસાદને લીધે ડુંગળી અને ટામેટાના પાકને નુકશાન થયું હતું જેના કારણે માંગ અને સપ્લાઇ પર અસર થઇ હતી. તેમજ સ્ટોરેજ માટે ઇન્ફ્રાસ્ટ્રકચરની સુવિધાના અભાવને લીધે પણ કેટલાક શાકભાજીના ભાવમાં ઉછાળો નોંધાયો હતો.દિલ્હીના એનસીઆરમાં શાકભાજીના ભાવમાં અતિશય વધારો જોવા મળી રહ્યોં છે. એક મહિના પહેલા ડુંગળીનો ભાવ કિલો દીઠ ૧૮ રૂપિયા હતો જે વધીને આ મહિને ૬૦ રૂપિયા થયો, જ્યારે કોબીનો ભાવ કિલો દીઠ ૪૦ રૂપિયા હતો તે વધીને ૫૦ રૂપિયા થયો, તો બીજી તરફ વટાણાનો ભાવ કિલો દીઠ ૫૦ રૂપિયા હતો તે વધીને અત્યારે ૮૦ રૂપિયા થયો, જ્યારે ટામેટાનો ભાવ ગત મહિને પ્રતિ કિલોએ ૩૦ રૂપિયા હતો તે વધીને કિલો દીઠ ૮૦ રૂપિયાના ભાવે વેચાણ કરવામાં આવી રહ્યું છે.તો બીજી તરફ મુંબઇમાં એક મહિના અગાઉ ડુંગળીનો ભાવ કિલો દીઠ ૩૦ રૂપિયા હતો તે વધીને ૬૦ રૂપિયા થયો જયારે દુધીનો ભાવ કિલો દીઠ ૪૦ રૂપિયા હતો તે વધીને કિલો દીઠ ૬૦ રૂપિયાના ભાવે વેચાણ કરવામાં આવી રહ્યું છે અને ટામેટાનું વેચાણ કિલો દીઠ ૨૫ રૂપિયાના ભાવે વેચાણ કરવામાં આવતું હતું તેની જગ્યાએ અત્યારે ૬૦ રૂપિયાના ભાવે વેચાણ કરવામાં આવી રહ્યું છે.

Related posts

ભારતીય જનતા પાર્ટીના અધિવેશનની તૈયારી

aapnugujarat

Elections to 10 Rajya Sabha seats in UP and 1 in Uttarakhand on Nov 9

editor

આ વર્ષે મોનસુન સામાન્ય રહેશે : હવામાન વિભાગ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1