Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

આતંકી હાફીઝની મુક્તિ પર અમેરિકાએ પરિણામ ભોગવવાની આપી ચેતવણી

આતંકી હાફીઝ સઈદની મુક્તિ પર અમેરિકાએ ઊંડી નારાજગી વ્યક્ત કરી છે. અમેરિકાનું કહેવું છે કે, આનાથી પાકિસ્તાન અને અમેરિકના સંબંધો પર નકારાત્મક અસર પડી શકે છે. શનિવારે મોડી રાત્રે આ સંબંધે વ્હાઈટ હાઉસ તરફથી જાહેર કરાયેલ એક નિવેદમાં કહેવામાં આવ્યું છે કે, હાફીઝ સઈદની મુક્ત કરીને પાકિસ્તાને સાફ વ્યક્ત કર્યું છે કે, પાકિસ્તાન તેની વિરુદ્ધ કેસ ચલાવવામાં અસફળ રહ્યું છે. આ જ કારણ છે કે, તે મુક્ત થઈ શક્યો છે.હાફીઝ સઈદને તાજેતરમાં જ પાકિસ્તાનની એક અદાલતે મુક્ત કર્યો છે. જેના બાદ ભારત અને અમેરિકાએ પાકિસ્તાનના આ વલણ પર આપત્તિ વ્યક્ત કરીને હાફીઝની પરત ધરપકડ કરવામા આવે તેની માંગ કરી છે.વ્હાઈટ હાઉસના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આતંકની વિરુદ્ધ લડાઈમા પાકિસ્તાનના હેતુ પર હવે શંકા થવા લાગી છે. તેણે પોતાની ધરતી પર આતંકવાદીઓને આશરો ન આપવો જોઈએ. તેનાથી આંતરરાષ્ટ્રીય સ્તર પર તેની છબી ખરાબ થઈ રહી છે.અમેરિકાએ સીધું નિશાન તાકીને કહ્યું કે, જ્યાં સુધી સઈદને કાયદાકીય પ્રક્રિયા અંતર્ગત બંદી નહિ બનાવવામાં આવતો, ત્યાં સુધી બંને દેશોની વચ્ચે સંબંધો આગળ વધી શક્તા નથી. પાકિસ્તાને દરેક સંજોગોમાં આતંક પર લગામ લગાવવી જ પડશે.
આતંકી હાફીઝ સઈદની મુક્તિ પર ભારત પહેલા જ ચિંતા વ્યક્ત કરી ચૂક્યુ છે. ભારતે કહ્યું કે, જે રીતે પાકિસ્તાનની અદાલતે આતંકી હાફીઝને મુક્ત કર્યો છે, તેનાથી સ્પષ્ટ થાય છે કે, પાકિસ્તાન આતંકીઓને સજા આપવા માટે ગંભીર નથી.

Related posts

બોઇંગ ૭૩૭ મેક્સ વિમાન ઉપર અમેરિકામાં પ્રતિબંધ

aapnugujarat

ટ્રમ્પના હેલ્થકેર બિલનો અમેરિકી કોંગ્રેસે કર્યો અસ્વીકાર

aapnugujarat

શાહબાઝ શરીફ પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે ચૂંટાયા, બીજી વખત કમાન સંભાળશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1