Aapnu Gujarat
Uncategorized

હાફીઝની મુક્તિની સામે દુનિયા એકમત થઇ ગઇ : જેટલી

૨૬-૧૧ મુંબઈ હુમલાની વરસીના દિવસે ભારતે ત્રાસવાદીઓના સફાયાને લઇને કઠોર સંદેશ આપ્યો હતો. નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું હતું કે, ત્રાસવાદીઓના ઇરાદાને સફળ થવા દેવાશે નહીં. ત્રાસવાદીઓમાં પણ હવે આ વાતની ખબર પડી ગઈ છે કે, કોઇપણ લીડર લાંબા સમય સુધી બચી શકશે નહીં. આતંકવાદીઓની સામે ભારતીય સુરક્ષા દળોની કાર્યવાહી પર જેટલીએ કહ્યું હતું કે, છેલ્લા આઠ મહિનાથી એવી સ્થિતિ છે કે, જે પણ લશ્કરે તોઇબાનો કમાન્ડર બનશે તે વધારે દિવસ સુધી બચી શકશે નહીં. જેટલીએ લોકોમાં બોલતા કહ્યું હતું કે, વડાપ્રધાન તરીકે મોદીએ જવાબદારી સંભાળ્યા બાદ વિશ્વમાં ભારતની નોંધ લેવાઈ છે. ભારતનું નામ ગર્વ સાથે લેવામાં આવી રહ્યું છે. ભારતની પ્રતિષ્ઠા વિશ્વભરમાં વધી છે. પાકિસ્તાનને એકલું પાડી દેવામાં આવ્યું છે. એક બાબત દરેક ભારતીય સ્વીકારે છે કે, મોદી આવ્યા બાદ ભારતીય લોકો ગૌરવ અનુભવ કરી રહ્યા છે. દુનિયાના દેશોમાં તેમનું ભવ્ય સ્વાગત થઇ રહ્યું છે.

Related posts

જસદણ તાલુકાનાં જીવાપર ગામની શાળામાં ભુલકાઓનું નામાંકન થયું

aapnugujarat

ભાવનગરમાં ‘ગાંધી સ્મૃતિ’ની દુર્દશા

editor

ઘેલા સોમનાથના શિવલિંગ પર સતત જળાભિષેક બંધ કરાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1