Aapnu Gujarat
ગુજરાત

ભાજપ દ્વારા પ્રચારનો નવતર પ્રયોગ : લાઇવ હ્યુમન બ્રાન્ડિંગ ડાન્સ

ભાજપના પ્રદેશ પ્રવક્તા જગદીશ ભાવસારે એક યાદીમાં જણાવ્યું છે કે, ગુજરાત વિધાનસભા-૨૦૧૭ની ચૂંટણીના પ્રચાર પ્રસાર માટે પરંપરાગત પ્રચાર સામગ્રી સાથે સમયને અનુરુપ નવીનતમ અભિગમો સાથેનું પ્રચારકાર્ય ભાજપના પ્રદેશ એકમ તરફથી હાથ ધરવામાં આવ્યું છે. પત્રિકા, પોસ્ટર, સ્ટીક સાથે સાથે શેરી નાટક, ટેબ્લો સાથે પ્રચાર એલઇડી વાન દ્વારા પ્રચાર અને સમગ્ર દેશમાં પ્રથમવાર લાઈવ હ્યુમન બ્રાન્ડિંગ ડાન્સને ચૂંટણી પ્રચારમાં ઉતારવામાં આવ્યું છે. આજે ભાજપના મિડિયા સેન્ટર ખાતે ભાજપના વરિષ્ઠ નેતા સુરેન્દ્ર પેટલ અને પ્રચાર પ્રસાર ટીમના સંયોજક આઈકે જાડેજાએ લાઈવ હ્યુમન બ્રાન્ડિંગ ડાન્સ ટીમને વિદાય આપી હતી. ભાજપ મિડિયા સેન્ટર ખાતે લાઈવ હ્યુમન બ્રાન્ડિંગ ડાન્સ ટીમના યુવાનોએ પરફોર્મન્સ કર્યું હતું. આ ટીમના સભ્યો મહાનગરોમાં પ્રજાની વચ્ચે ગીત સંગીત સાથે જસે. ૧૯૯૫ પહેલા ગુજરાતની સ્થિતિ અને ભાજપના શાસનમાં ગુજરાતમાં સ્થપાયેલ શાંતિ, સલામતી અને વિકાસની રાજનીતિનો સંદેશ પહોંચાડશે.

Related posts

પ્રાંતિજમાં ૩૦ ઈસમો સહિત ૧૦૦ માણસો ના ટોળા વિરૂધ્ધ ગુનો નોધાયો

editor

सोला भागवत में जन्माष्टमी महोत्सव का भव्य आयोजन

aapnugujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શનિ – રવિ ૫૦ હજારથી વધુ લોકો આવ્યા

editor

Leave a Comment

UA-96247877-1