Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

વડાપ્રધાન મોદી ત્રણ દિવસના ફિલિપાઈન્સ પ્રવાસ રવાના

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે પોતાની ફિલિપાઇન્સની ત્રણ દિવસની યાત્રા માટે રવાના થઇ ગયા બાદ ફિલિપાઈન્સ પહોંચ્યા હતા. આ ગાળા દરમિયાન વડાપ્રધાન પાટનગર મનીલામાં ૧૫માં ભારત-અશિયાન તથા ૧૨માં પૂર્વ એશિયા કાર્યક્રમમાં ભાગ લેશે. આ ગાળામાં મોદીની મુલાકાત અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે થાય તેવી શક્યતા પણ દેખાઈ રહી છે. એમ કહેવામાં આવે છે કે, બંને દેશોના નેતાઓ વચ્ચે આ વાતચીત આવતીકાલે થશે. આ પ્રવાસ દરમિયાન મોદી ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન મૈલકમ ટર્નબુલ, જાપાનના વડાપ્રધાન શિંજો આબે ઉપરાંત વિયેતનામના વડાપ્રધાન અને ન્યુઝીલેન્ડના વડાપ્રધાનને પણ મળશે. પ્રથમ બેઠક ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના અધિકારી સ્તર થશે જેમાં જોઇન્ટ સેક્રેટરી, ડાયરેક્ટર, સહાયક સચિવો હાજરી આપશે. ત્યારબાદ મોદી આ દેશોના નેતાઓ સાથે વાતચીત કરશે. સુત્રોનું કહેવું છે કે, ચાર દેશોના અધિકારી અહીં આશિયાન શિખર બેઠકમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે. આ ચારેય દેશોના વડાઓ વચ્ચેની વાતચીત ઉપર પણ વિશ્વના દેશોની નજર રહેશે. જાપાનના પગલા અંગે પ્રતિક્રિયા આપતા ભારતે કહ્યું છે કે, તે પોતાના હિત માટે એકસમાન વિચારધારાવાળા દેશોની માટે કામ કરવા માટે તૈયાર છે. અમેરિકાનું કહેવું છે કે, તે ભારત જાપાન અને ઓસ્ટ્રેલિયાની સાથે કામગીરી સ્તર પર ચતુષકોણિય બેઠકને લઇને આશાવાદી છે. મોદી અને ટ્રમ્પ પણ એકબીજાને મળે તેવી શક્યતા છે. ટ્રમ્પે રવિવારના દિવસે જ ભારતના આર્થિક વિકાસ દર અને મોદીની કામગીરીની પ્રશંસા કરી હતી. બીજી બાજુ મોદીએ આશા વ્યક્ત કરી હતી કે, આ યાત્રાથી ફિલિપાઈન્સ સાથે ભારતના દ્વિપક્ષીય સંબંધો વધારે મજબૂત થશે. તમામ સ્તરો ઉપર સંબંધોને મજબૂત કરવા ભાર મુકાશે.

Related posts

કલમ ૩૭૦ અને ૩૫-એ સાથે છેડછાડ કરીને ભાજપ યુદ્ધ ઈચ્છે છે : ચિદમ્બરમ

aapnugujarat

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સરકારને ૨૮,૦૦૦ કરોડનું ડિવિડન્ડ આપશે

aapnugujarat

મુલાકાત વેળા પાક.નું વર્તન શરમજનક રહ્યું : કુલભુષણ જાધવના મુદ્દા ઉપર વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું બંને ગૃહોમાં નિવેદન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1