Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

જીએસટી બે ટેક્સ સ્લેબ સુધી મર્યાદિત થાય તેવી સંભાવના

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ને લઇને સતત ચર્ચા કરી રહી છે. ખાસ કરીને ટોપ ટેક્સ સ્લેબને લઇને વાતચીતનો દોર જારી રહ્યો છે. જો કે હવે એવુ લાગી રહ્યુ છે કે ઓગષ્ટ મહિનામાં અંદાજ કરતા વધારે સારા પ્રમાણમાં ટેક્સ જમા થઇ જવાના કારણે આ દિશામાં આગળ વધવાની હિમ્મત મળી રહી છે. ટોપ ટેક્સ સ્બેમાં રહેલી ૧૭૭ જેટલી વસ્તુઓને હવે સસ્તી કરી દેવામાં આવી છે. તેમને ૨૮ ટકાના ટેક્સ સ્લેબમાંથી બહાર કાઢવામાં સફળતા મળી છે. રાજ્યોની નજર જુલાઇ મહિનાના ૧૭૦૦૦ કરોડ રૂપિયાના ટેક્સ નુકસાન પર હતી. અલબત્ત ઓગષ્ટ મહિનામાં આ નુકસાન ઘટીને ૭૦૦૦ કરોડ રૂપિયા થઇ ગયુ છે. ઓટોમોબાઇલ્સ, જુદા જુદા ડ્રીક્સ અને તમાકુ પર લાગુ કરવામાં આવેલા સેસથી આશરે ૮૦૦૦ કરોડ રૂપિયા જમા થઇ ગયા હતા. મંત્રીઓને શ્વાસ લેવાની થોડીક જગ્યા મળી તો રેટ કેટ કાપ માટે આગળ વધવાની હિમ્મતપણ મળી હતી. જે પ્રધાનો સાથે વાત કરવામાં આવી છે જે પ્રધાનો કહે છે કે આગામી દોરના ફેરફાર અંગે કોઇ વાત કરવી હાલમાં તો વહેલી તકે રહેશે. આગામી થોડાક મહિનામાં જ્યારે જીએસટી કાઉન્સિલની બેઠક થશે ત્યારે ટોપ બ્રેકેટમાં રહેલી ૫૦ બાકીની વસ્તુઓને પણ ૨૮ ટકાના ટેક્સ સ્લેબમાંથી બહાર કાઢી લેવામાં આવે તેવી શક્યતા છે. કેન્દ્રિય પ્રધાન અરૂણ જેટલી શુક્રવારના દિન આ મુદ્દે વાત કરતા દેખાયા ન હતા. પરંતુ મોટા ભાગના રાજયોની ઇચ્છા છે કે જીએસટીના સ્લેબને ઘટાડીને ત્રણ કરી દેવામાં આવે. કેટલાક રાજ્યો તો ઉતાવળ પણ કરી રહ્યા છે. સુત્રોએ કહ્યુ છે કે ગુવાહાટીની જીએસટી કાઉન્સિલની બેઠકમાં કેટલાક રાજ્યોએ જીએસટીને તબક્કાવાર રીતે બે સ્લેબ સુધી મર્યાદિત કરી દેવાની માંગ કરી હતી. કારણ કે રાજ્યો નવી ટેક્સ વ્યવસ્થાને અમલી કરવા માટે સાફ સ્વચ્છ અને સરળ રીત ગણે છે. જ્યારે જીએસટીની કલ્પના કરવામાં આવી ત્યારે યોજના એક અથવા તો બે ટેક્સ સ્લેબની હતી. જો કે રાજકીય કારણોસર ચાર ટેક્સ સ્લેબ નક્કી કરવાની સરકારને ફરજ પડી હતી. આની વિપક્ષ અને નિષ્ણાંતો દ્વારા વ્યાપક ટિકા કરવામાં આવી હતી. જાણકાર લોકો કહે છે કે જીએસટી રેટ માળખામાં આગામી દોરના ફેરફાર હેઠળ ૧૮ ટકાવાળી વસ્તુઓની યાદી નાની કરી દેવામાં આવશે. ધીમે ધીમે ૧૨ ટકા અને ૧૮ ટકાના બે સ્ટાર્ન્ડર્ડ રેટ્‌સ સુધી જીએસટીને મર્યાદિત કરવાની યોજના છે. હકીકતમાં ટેક્સ સ્લેબમાં કાપને લઇને કેન્દ્ર સરકારમાં ભય છે. આના કારણે રેવેન્યુમાં નોધપાત્ર ઘટાડો થશે. આજ કારણસર ૨૮ ટકાની લિસ્ટને નાની કરવા માટે ગુવાહાટી કાફન્સિલ સુધીની બેઠકનો સમય લાગી ગયો હતો. ભાજપના નેતૃત્વવાળા રાજ્યોના નાણાંપ્રધાન માને છે કે ઉંચા ટેક્સ દરના કારણે જીએસટીની છાપ ખરાબ થઇ ગઇ છે. સાથે સાથે લોકોના મનમાં ખોટી ધારણા બનવા લાગી ગઇ છે.

Related posts

सुशील मोदी का ट्वीट- सुशासन के मुद्दे पर एनडीए में कोई मतभेद नहीं

aapnugujarat

લોકોને રસી જાેઈએ છે, સરકારને પોતાની ઈમેજની ચિંતા : રાહુલ ગાંધી

editor

SSR CASE पर बोले शरद पवार – उम्मीद है इस मामले की जांच का हाल डॉ. दाभोलकर जैसा न हो

editor

Leave a Comment

UA-96247877-1