Aapnu Gujarat
ગુજરાત

વડોદરમાં મહિલાને બંધક બનાવી ૨૨ લાખના દાગીનાની લૂંટ

વડોદરાના સુસેન-તરસાલી રોડ પર આવેલા જ્વેલર્સના શો-રૂમમાં પાંચ જેટલા લૂંટારૂઓ ગ્રાહકના સ્વાંગમાં ત્રાટક્યા હતા. અને શો રૂમના મહિલા માલિકનું મોંઢુ દબાવી, બંધક બનાવી ૧.૩૫ મિનીટમાં રૂપિયા ૨૨ લાખના દાગીના લૂંટી ફરાર થઇ ગયા હતા. લૂંટનો આ બનાવ શો-રૂમના સીસીટીવીમાં કેદ થઇ ગયો છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે લૂંટારોને ઝડપી પાડવા કવાયત શરૂ કરી છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા શહેરના સુસેન-તરસાલી રોડ પર પરમેશ્વર કોમ્પ્લેક્ષના એ-ટાવરી એસ. વિંગ્સમાં આર.કે. જ્વેલર્સ નામનો શો-રૂમ આવેલો છે. મકરપુરા પોલીસ સ્ટેશન પાસે આવેલા સિલ્વર કોઇન્સ કોમ્પ્લેક્ષમાં રહેતા રાજેશભાઇ સોની દુકાનના માલિક છે. શો-રૂમ રાજેશભાઇ અને તેમની પત્ની શિલ્પાબહેન ચલાવે છે. શો-રૂમમાં કોઇ કર્મચારી નથી. રાજેશભાઇ સોની આજે કામ માટે બહાર ગયા હતા. તેમની પત્ની શિલ્પાબહેન સોની એકલા જ દુકાનમાં હતા. પતિએ પત્નીને સૂચના આપી હતી કે, કોઇ અજાણી વ્યક્તિ ગ્રાહક તરીકે આવે તો તેઓને દાગીના બતાવવા નહીં કે વેચવા નહીં. તેમ છતાં લગભગ ૧-૩૦ વાગ્યાના સુમારે ગ્રાહકના સ્વાંગમાં બે યુવાનો દુકાનમાં પ્રવેશ્યા હતા. અને કાઉન્ટર પર બેઠેલા શિલ્પાબહેન સોનીને દાગીના બતાવવા માટે જણાવ્યું હતું.

Related posts

વિજાપુરમાં ઉત્તર ગુજરાત સ્થાનકવાસી જૈન મહાસંઘ દ્વારા અભિનંદન સમારોહ

editor

વસ્ત્રાલમાં રીક્ષાચાલકે પોતાના મિત્રની પત્ની પર દુષ્કર્મ ગુજાર્યુ

aapnugujarat

કડી નગરપાલિકામાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરાઈ

editor

Leave a Comment

UA-96247877-1