Aapnu Gujarat
Uncategorized

પ્રભાસપાટણ હોમગાર્ડઝ યુનિટ દ્વારા ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

તા.૨૨-૧૦-૨૦૧૭નાં રોજ પ્રભાસપાટણ હોમગાર્ડઝ યુનિટ દ્વારા નૂતનવર્ષાભિનંદન સ્નેહમિલન, તાજેતરમાં દળમાંથી વયમર્યાદાનાં કારણે નિવૃત્ત થયેલાં હોમગાર્ડઝ અધિકારી તથા સભ્યોને પોતાની દીર્ઘકાલીન માનદસેવા આપવા બદલ સન્માનિત કરવા અંગેનો કાર્યક્રમ તથા થોડાં સમય પૂર્વે ચાલુ ફરજ દરમિયાન એક્સીડન્ટમાં માર્યા ગયેલ સભ્ય શ્રી પી.કે.ધારેચાનાં પત્નીને રોકડ સહાય અંગેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો.

 


પ્રભાસપાટણ હોમગાર્ડઝ યુનિટ દ્વારા તાજેતરમાં સંપન્ન થયેલ નૂતનવર્ષ સબબ સ્નેહમિલન અને તાજેતરમાં વયમર્યાદાનાં કારણે નિવૃત્ત થયેલ સભ્ય સર્વશ્રી પી.આર.પાલા, ડી.આર.બામણિયા, યુ.કે.ગાવડિયા, ડી.કે.બામણિયા, આર.જે.ગઢીયા, કે.એમ.ગઢીયા, જે.એન.દવે, આર.એન.ફળદુ, એચ.એ.સોલંકી વિગેરે સભ્યોનું ફુલહારથી સ્વાગત કરી શાલ ઓઢાડી સન્માન કરી દરેકનો મોમેન્ટો ગીફ્ટ આપવામાં આવેલ હતી, તેમજ યુનિટનાં એક સભ્યશ્રી પી.કે.ધારેચા થોડાં સમય પૂર્વે ચાલુ ફરજ દરમિયાન એક્સીડન્ટમાં મૃત્યુ પામતાં યુનિટનાં દરેક સભ્ય દ્વારા સ્વૈચ્છિક ૧ દિવસનું માનદ વેતન આપવાનું નક્કી કરેલ, મરણ ગયેલ સભ્યનાં પત્નીને રૂ.૧૫ હજારની રોકડ સહાય એકત્રિત કરી આપવામાં આવેલ હતી જેમાં અગાઉ હો.ગા.યુનિટમાં ફરજ બજાવતાં પા.ટા.ક્લાર્ક શ્રી ટી.સી.ડાભી દ્વારા પણ સ્વૈચ્છિક રીતે રોકડ સહાય આપવામાં આવેલ હતી.
આ કાર્યક્રમમાં પ્રભાસપાટણ ખાતે આવેલ ભગવાન અવધૂતેશ્વર મંદિરનાં સાંનિધ્યમાં યોજવામાં આવ્યો હતો અને વરિષ્ઠ પત્રકાર શ્રી ભાસ્કર વૈધ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં.
આ તકે ઓફિસ કમાન્ડીંગ શ્રી સુરૂભા જાડેજા દ્વારા પ્રાસંગિક ઉદ્‌બોધન કરેલું હતું અને નિવૃત્ત ઓ.સી.શ્રી પી.આર.પાલા દ્વારા પ્રતિભાવ વ્યક્ત કરેલ અને આ રીતે કાર્યક્રમ સંપૂર્ણ સાદગીભર્યા વાતાવરણમાં યોજવામાં આવેલ હતો.
આ કાર્યક્રમમાં સર્વે શ્રી કે.એન.ગરેજા, એન.આર.ગઢીયા, એમ.આર.પાલા તથા અન્ય સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

Related posts

કમીજલા ખાતે વિદ્યાર્થીઓ માટે “અનુભૂતિ ૨૦૧૮ ચલે ગાંવ કી ઓર” કાર્યક્રમ યોજાયો

aapnugujarat

ખીરસરા ગામની નદીમાં ઘોડાપુર

editor

Yemen’s rebels claimed they launched a major attack on border of Saudi Arabia, video released

aapnugujarat

Leave a Comment

UA-96247877-1