Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સંઘની હાજરીમાં દેશને નુકસાન કરવાની કોઇમાં પણ હિંમત નથી

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું છે કે, જ્યા ંસુધી ધર્માચાર્ય અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના લોકોનો સાથ છે ત્યાં સુધી ભારતને કોઇપણ નુકસાન કરી શકે તેમ નથી. યોગીએ કહ્યું હતું કે, તેમના માટે હિન્દુત્વ મુદ્દો નથી. જીવવાની એક કલા છે. મુખ્યમંત્રીએ વૃંદાવનમાં સંત વિજય કૌશલ મહારાજના આશ્રમમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચી રહ્યા હતા. આ ગાળા દરમિયાન આરએસએસના પ્રમુખ અને યોગગુરુ બાબા રામદેવ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, ભારતની મૂળ ઓળખ ભારતના અધ્યાત્મ તરીકે છે. દેશના સૌથી મોટા સંગઠનના રુપમાં સંઘના સહકાર મળે છે તે બાબત મહત્વપૂર્ણ છે જ્યારે સંઘનો ટેકો મળે છે ત્યારે ભારતની શક્તિ બે ગણી થઇ જાય છે. આ ગાળા દરમિયાન સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું હતું કે, માત્ર ભારત માતા કી જય બોલવાથી જય થશે નહીં. આના માટે તમામને આચરણ પણ કરવું પડશે. હવે ભારત પહેલા કરતા વધારે શક્તિશાળી તરીકે ઉભરી રહ્યું છે. કાર્યક્રમમાં ઉપસ્થિત યોગગુરુ બાબા રામદેવે કહ્યું હતું કે, મોદી દ્વારા જે નીતિઓ બનાવવામાં આવી રહી છે તેમને જો તેમને ૧૨૫ કરોડ લોકોનો સાથ મળશે તો તમામ સપનાઓને સાકાર કરી શકાશે. રામદેવે કહ્યું હતુ ંકે, ભગવાન રામનો દેશ બનાવો છે તો રામ જેવું આચરણ પણ કરવાનું રહેશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, મહાપુરુષોના જન્મદિવસે સ્કૂલોમાં રજા ખતમ કરવાની પાછળ કારણ એ છે કે, જે મહાપુરુષના નામ ઉપર રજા મળે છે તે અંગે માહિતી મળી શકશે. પોતાના ઇતિહાસમાં તમામ લોકોને રસ પડે તે ખુબ મહત્વપૂર્ણ બાબત છે. યોગી આદિત્યનાથ હાલમાં જ કેરળમાં પણ આક્રમક પ્રચાર કરી ચુક્યા છે. એ ગાળામાં પણ તેમની સાથે મોટી સંખ્યામાં સંઘના લોકો જોડાયા હતા. વૃંદાવન ખાતેના સંત વિજય કૌશલ મહારાજના આશ્રમમાં આયોજિત આ કાર્યક્રમમાં મોહન ભાગવત અને યોગગુરુ બાબા રામદેવની ઉપસ્થિતિ તમામનું ધ્યાન ખેંચી રહી હતી.

Related posts

નાશિકમાં શસ્ત્રોનો મોટો જથ્થો કબજે કરાયો, મામલો ત્રાસવાદનો નથી : પોલીસ

aapnugujarat

हेमंत सोरेन ने झारखंड के 11वें मुख्यमंत्री के रूप में ग्रहण की शपथ

aapnugujarat

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો અકબંધઃ લોકોને રાહત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1