Aapnu Gujarat
રાષ્ટ્રીય

નાશિકમાં શસ્ત્રોનો મોટો જથ્થો કબજે કરાયો, મામલો ત્રાસવાદનો નથી : પોલીસ

મહારાષ્ટ્રમાં ૨૦૦૬ પછી આજે પહેલી જ વાર શસ્ત્રોનો મોટો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. નાશિકની પોલીસે આજે વહેલી સવારે આગરા-મુંબઈ હાઈવે પર એક ટોલ પ્લાઝા નજીક એક વાહનમાંથી શસ્ત્રોનો મોટો જથ્થો કબજે કર્યો હતો અને એમાં બેઠેલા ત્રણ જણની ધરપકડ કરી છે.નાશિક રુરલ પોલીસ કન્ટ્રોલના એક અધિકારીના જણાવ્યા મુજબ, ચાંદવડ ટોલ પ્લાઝા નજીક પકડાયેલા આ જથ્થામાં ઓછામાં ઓછી બે ડઝન રાઈફલ્સ, વિદેશી બનાવટની બે રીવોલ્વર સહિત ૧૯ બંદૂક તથા ૪,૧૦૦ જીવંત કારતૂસનો સમાવેશ થાય છે.અહેવાલ અનુસાર, ગુરુવારની મધરાત બાદ વહેલી સવારે તે વાહનના ડ્રાઈવરે ડિઝલ ભરાવ્યું હતું અને પછી પેટ્રોલ સ્ટેશનના એટેન્ડન્ટને બંદૂક બતાવી હતી અને પૈસા ચૂકવ્યા વગર વાહન ભગાવી ગયો હતો.પોલીસે તરત જ એલર્ટ ઘોષિત કર્યું હતું અને હાઈવે પર ત્રણ વ્યૂહાત્મક લોકેશન્સ પર રોડ બ્લોક્સ મૂક્યા હતા. છેવટે એ વાહનને ચાંદવડ નજીક અટકાવવામાં પોલીસો સફળ થયા હતા.ઝીણવટભરી તપાસ કરાતાં વાહનની અંદર ખાસ તૈયાર કરવામાં આવેલા ખાનાઓમાં શસ્ત્રો છુપાડવામાં આવ્યા હતા.પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ શસ્ત્રોની ઉત્તર પ્રદેશના કાનપુરના એક કારખાનામાંથી દાણચોરી કરવામાં આવી હતી. પરંતુ આ શસ્ત્રો મહારાષ્ટ્રમાં કઈ જગ્યાએ મોકલવામાં આવી રહ્યા હતા કે એની પાછળ ઈરાદો શું હતો એ તત્કાળ જાણવા મળ્યું નહોતું.ચાંદવડ પોલીસે નાશિકના રહેવાસી નાગેશ બનસોડે (૨૩) તથા દક્ષિણ મુંબઈના શિવરીમાં રહેતા બદ્રી બાદશાહ ઉર્ફે સુમિત (૨૭) અને સલમાન અમાનુલ્લા ખાન (૨૦)ની ધરપકડ કરી છે.૨૦૦૬ના મે મહિનામાં, નાશિક તથા અન્ય શહેરોનાં પોલીસોએ સાથે મળીને પાડેલા દરોડામાં ઔરંગાબાદ જિલ્લાના ચાંદૌડમાં એક વાહનમાંથી ૪૩ કિલોગ્રામ આરડીએક્સ, ૫૦ હેન્ડ ગ્રેનેડ્‌સ, ૧૬ એકે-૪૭ આર્મી એસોલ્ટ રાઈફલ્સ અને ૩૦૦૦ જીવંત કારતૂસ પકડી પાડ્યા હતા. એનો કેસ હજી કોર્ટમાં ચાલે છે.

Related posts

देश में पिछले 24 घंटे में सामने आए 12,408 नए मरीज

editor

બજેટથી સાબિત થયું કે મોદી સરકાર ગરીબ, ખેડૂતો, યુવાઓની આકાંક્ષાઓને સમર્પિત : શાહ

aapnugujarat

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ઇસ્લામિક પ્રચારક જાકીર નાઇકની વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1