Aapnu Gujarat
Uncategorized

વ્યાજદરમાં વધુ ઘટાડો કરવા માટેની તકો : નાણાં મંત્રાલય

આરબીઆઈ દ્વારા વ્યાજદરમાં વધુ ઘટાડો કરવામાં આવી શકે છે. કેટલાક જાણકાર લોકો આ અંગેની વાત કરી રહ્યા છે. બીજી બાજુ નાણા મંત્રાલય દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે, આરબીઆઈ દ્વારા વ્યાજદરમાં વધુ ઘટાડો કરવામાં આવી શકે છે. આગામી પોલિસી સમીક્ષાની બેઠક ચોથી ઓક્ટોબરના દિવસે યોજાનારી છે. આરબીઆઈની દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષાના ચોથી ઓક્ટોબરના નિવેદન પહેલા સરકાર દ્વારા આરબીઆઈ ઉપર દબાણ વધારવામાં આવ્યું છે. નાણામંત્રાલયના એક ટોચના અધિકારીએ વિગત આપતા કહ્યું છે કે, આગામી પોલિસી સમીક્ષામાં આરબીઆઈ રેટમાં ઘટાડો કરવામાં આવી શકે છે. કારણ કે, રિટેલ ફુગાવો હજુ પણ નીચી સપાટી ઉપર છે. તમામ સરકારી નિષ્ણાતો અને નવા મૂલ્યાંકન કહે છે કે, ફુગાવાના આધાર પર ઘટાડો કરવામાં આવી શકે છે. ઓગસ્ટ મહિનામાં તેની છેલ્લી પોલિસી સમીક્ષામાં આરબીઆઈએ રેપોરેટમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કર્યો હતો. આની સાથે જ રેટ ૬ ટકા થઇ ગયો હતો. ફુગાવાના જોખમમાં ઘટાડાને ટાંકીને આ ઘટાડો કરવામાં આવ્યો હતો. ૧૦ મહિનામાં પ્રથમ વખત રેટમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. આની સાથે જ પોલિસી રેટ સાત વર્ષની નીચી સપાટીએ કરી દેવામાં આવ્યો હતો. જો કે, શાકભાજી અને ફળફળાદી જેવી ચીજોની કિંમતોમાં વધારો થવાના પરિણામ સ્વરુપે ઓગસ્ટ મહિનામાં રિટેલ ફુગાવો ૩.૩૬ ટકાની પાંચ મહિનાની ઉંચી સપાટીએ રહ્યો હતો. કન્ઝ્‌યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ આધારિત ફુગાવો જુલાઈ મહિનામાં ૨.૩૬ ટકા હતો. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં મંદિ જુદા જુદા કારણોસર રહી છે. જીએસટી વ્યવસ્થાને અમલી કરવામાં આવ્યા બાદ અને નોટબંધીની અસર હેઠળ ઉલ્લેખનીય ચિત્ર બદલાયું છે. સારા સમાચાર એ છે કે, વૈશ્વિક નિકાસના આંકડામાં વધારો થયો છે. ગુડ્‌ઝ એન્ડ સર્વિસ ટેક્સ અમલી બની ગયા બાદ નાના કારોબારીઓ પણ મેદાનમાં આવી રહ્યા છે. તેમની સામે રહેલી તકલીફો દૂર કરવામાં આવી રહી છે. જુદા જુદા કારણોસર મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં હાલ ઘટાડો થયો છે. વ્યાજદર, એક્સચેંજ રેટને પણ ગણતરી છે.

Related posts

सोमनाथ मंदिर में राहुल गांधी ने गैर हिंदु के रुप में नाम दर्ज करवाया

aapnugujarat

વંથલીમાં વાહનની ટક્કરથી વધુ એક દિપડાનું મોત

aapnugujarat

જામનગર શહેરમાં કોરોના સંક્રમણ વધતા મહાપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું

editor

Leave a Comment

UA-96247877-1