Aapnu Gujarat
રાષ્ટ્રીય

મુંબઇમાં સપ્ટેમ્બરમાં રેકોર્ડ વરસાદ : લોકો ભારે પરેશાન

આ વર્ષે બીજી વખત દેશના વાણિજ્ય પાટનગર મુંબઇમાં અતિ ભારે વરસાદ થયો છે. મુંબઇમાં સમગ્ર મહિનાનો વરસાદનો આંકડો મંગળવાર અને બુધવારના દિવસે જ હાસલ કરી લીધો હતો. હવામાન વિભાગના આંકડા પર નજર કરવામાં આવે તો ૧૯મી સપ્ટેમ્બરના દિવસે સવારે ૮-૩૦ વાગ્યાથી શરૂ થઇને આગામી ૨૪ કલાકમાં ૩૦૪ મીમી વરસાદ નોંધાયો હતો. આ વરસાદ સમગ્ર સપ્ટેમ્બર મહિનામાં સરેરાશ રેકોર્ડ વરસાદ કરતા થોડોક ઓછો વરસાદ રહ્યો છે. સમગ્ર સપ્ટેમ્બર મહિનામાં સરેરાશ ૩૧૨ મીમી વરસાદ નોંધવામાં આવે છે. આ સપ્ટેમ્બર માસ છેલ્લા ૧૦૦ વર્ષમાં સૌથી વધારે વરસાદ ધરાવનાર બીજા સપ્ટેમ્બર તરીકે રહેતા આની ચર્ચા હાલમાં જોવા મળી રહી છે. આઇઆઇટીના પ્રોફેસર કપિલ ગુપ્તાએ માહિતી આપતા કહ્યુ છે કે જળવાયુ પરિવર્તનના કારણે ઓછા અંતરમાં વધારે વરસાદ થાય છે. ભારે વરસાદની સૌથી માઠી અસર પશ્ચિમ ઉપનગરીય વિસ્તારમાં જોવા મળી હતી. જ્યા અંધેરી, બોરિવલી, દહીસરમાં જળબંબાકારની સ્થિતી રહી હતી. સરકારી સ્કુલો અને કોલેજોને બંધ રાખવાની ફરજ પડી હતી. અનેક વિસ્તારોમાં હજુ પણ સ્થિતીમાં સુધારો થયો નથી.
ટ્રાફિક જામની સ્થિતી પણ જોવા મળી રહી છે. તીવ્ર પવનની સાથે ભારે વરસાદ થયોહતો. જેથી જનજીવન સંપૂર્ણપણે ખોરવાઇ ગયુ હતુ. ટ્રેન અને વિમાની સેવા ઠપ થઇ ગઇ હતી. સ્થિતીમાંથી બહાર નિકળવા માટે ૩૫૦૦થી વધારે લોકોને કામે લગાડી દેવામાં આવ્યા હતા. હવે સ્થિતીમાં ધીમે ધીમે સુધારો થઇ રહ્યો છે. મુંબઇમાં હવે જનજીવન સામાન્ય બની ગયુ છે.

Related posts

નવી મુંબઈમાં ચોરોએ ૫૦ ફૂટ લાંબી ટનલ બનાવી કરી બેંક લૂંટ

aapnugujarat

मिशन २०१९ : यूपी में पूरी ८० सीटें जीतने का इरादा

aapnugujarat

સાંસદો ફાળવાયેલ ભંડોળના રૂપિયા વાપરવામાં પણ કરે છે આળસ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1