Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

હિન્દુત્વનો મતલબ ફૂડ અને ડ્રેસકોડ થતો નથી : મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે રાજદ્વારીઓની એક ટીમ સાથે મુલાકાત કરી હતી. આ કાર્યક્રમમાં મોહન ભાગવતે જણાવ્યું હતું કે રામ મંદિર-બાબરી મસ્જિદ કેસમાં સુપ્રીમ કોર્ટ જે પણ ચુકાદો આપશે તે તેમને અને તેમના સંગઠનને શિરોમાન્ય રહેશે.ઈન્ડિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત કાર્યક્રમમાં રાજદ્વારીઓને સંબોધતાં મોહન ભાગવતે જણાવ્યું હતું કે હિન્દુત્વનો મતલબ એ નથી કે કોણે શું પહેરવું જોઈએ અને કોણે શું ખાવું જોઈએ, પરંતુ બીજા કેવા છે તેનો સ્વીકાર કરવો જોઈએ. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે સંઘ ભાજપને ચલાવતો નથી અને ભાજપ સંઘને ચલાવતો નથી. અમે સ્વતંત્ર રહીને એક સ્વયંસેવક તરીકે એકબીજાના સંપર્કમાં રહીએ છીએ અને વિચારોને શેર કરીએ છીએ. બંનેને અલગ નિર્ણય લેવાની આઝાદી હોય છે.

Related posts

સરકારે ક્યારેય ઉર્જિત પટેલને રાજીનામું આપવાની માંગ કરી નથી : જેટલી

aapnugujarat

રામ સબકે ભગવાન : ફારુક અબ્દુલ્લા

aapnugujarat

देश में कोरोना मरीजों की संख्या सवा चार लाख के पार

editor

Leave a Comment

UA-96247877-1