Aapnu Gujarat
Uncategorized

નરોડા ગામ કેસમાં અમિત શાહને સાક્ષી તરીકે ૧૮મીએ હાજર થવા સ્પેશઇયલ કોર્ટનો હુકમ

નરોડા ગામના ટ્રાયલમાં આજે તા.૧૬મી સપ્ટેમ્બર સુધીમાં ભાજપના રાષ્ટ્રી અધ્યક્ષ અમિત શાહને તા.૧૬મી સપ્ટેમ્બર સુધીમાં સમન્સની બજવણી કરી દેવા અને જો તેમને સમન્સ બજી જાય તો તા.૧૮મી સપ્ટેમ્બરે તેમને વીટનેસ સાક્ષી તરીકે અદાલત સમક્ષ હાજર રહેવા સ્પેશ્યલ કોર્ટે આજે નિર્દેશ કર્યો હતો. નરોડા ગામ ટ્રાયલની સુનાવણી દરમ્યાન આજે ડો.માયાબહેન કોડનાની તરફથી તેમના બચાવમાં સાહેદ તરીકે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને વીટનેસ સાક્ષી તરીકે તપાસવા હોઇ સમન્સ જારી કરવા કરાયેલી માંગણી આજે સ્પેશ્યલ કોર્ટે ગ્રાહ્ય રાખી હતી અને શાહ વિરૂધ્ધ વીટનેસ સાક્ષીનું સમન્સ જારી કર્યું હતું. ડો.માયાબહેન કોડનાની તરફથી કરાયેલી અરજીમાં એડવોકેટ અમિત પટેલે મહત્વની રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, નરોડા ગામના બનાવ વખતે ગત તા.૨૮-૨-૨૦૦૨ના રોજ ડો.કોડનાની કયાં હતા તે સહિતની માહિતી ભાજપના રાષ્ટ્રીય નેતા અમિત શાહ જાણતા હોઇ તેઓ બચાવપક્ષના તેમના સાહેદ તરીકે અમિત શાહને તપાસવા ઇચ્છે છે અને તેથી કોર્ટે તેમને વીટનેસ સાક્ષી તરીકે બોલાવવા માટેનું જરૂરી સમન્સ જારી કરવું જોઇએ. માયાબહેન તરફથી અમિત શાહનું થલતેજ સ્થિત નિવાસસ્થાનનું સરનામું કોર્ટ સમક્ષ રજૂ કરી સમન્સ જારી કરવાની માંગણી કરાઇ હતી. સ્પેશ્યલ કોર્ટે અમિત શાહને તેમના થલતેજ સ્થિત બંગલાના નિવાસસ્થાને સમન્સની બજવણી કરવા મંજૂરી આપી હતી અને જણાવ્યું હતું કે, જો તેમને તા.૧૬મી સપ્ટેમ્બર સુધીમાં સમન્સ બજી જાય તો, તા.૧૮મી સપ્ટેમ્બરે તેઓએ અદાલત સમક્ષ હાજર રહેવું જેથી તેમની જુબાનીની પ્રક્રિયા પૂર્ણ થઇ શકે. ડો.માયાબહેન કોડનાનીની અમિત શાહને તેમના બચાવપક્ષના સાહેદ તરીકે તપાસવાની માંગણી સ્પેશ્યલ કોર્ટે અગાઉ એપ્રિલ મહિનામાં જ ગ્રાહ્ય રાખી લીધી હતી. અમિત શાહની જુબાનીથી ડો.માયાબહેન કોડનાનીનો પક્ષ વધુ મજબૂત બને તેવી પૂરી શકયતા છે. ઉલ્લેખનીય છે કે, નરોડા ગામ રમખાણ કેસ ગુજરાતના નવ રમખાણ કેસો પૈકીનો એક છે કે જેમાં કુલ ૧૧ જણાંના મોત નીપજયા હતા. આ કેસમાં ૮૨ લોકો વિરૂધ્ધ ટ્રાયલ ચાલી રહ્યો છે.

Related posts

એનઓસી વગરની દુકાનો પર ત્રાટકી એએમસી

editor

અમદાવાદમાં અંતિમ સંસ્કાર માટે લાગી લાઈનો

editor

પગપાળા વિચરણ કરનારા સંતો માટે પગદંડી બનાવાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1