Aapnu Gujarat
Uncategorized

વેરાવળ બંદરનો ૧૮૫ કરોડનાં ખર્ચે વિકાસ થશે

વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવનાં સાનિધ્યમાં આવેલું ગુજરાત રાજ્યનું મહત્વનું બંદર આગામી વર્ષોમાં નવો કાયાકલ્પ સાથે વિકાસની કેડીએ સજ્જ થશે. વેરાવળ બંદરનો રૂપિયા ૧૮૫ કરોડનાં ખર્ચે થનારાં વિકાસ અંગેના સુચિત પ્રોજેક્ટ કરાનારો હોય ભારત સરકારનાં પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય નવી દિલ્હીનાં જાહેરનામાં અને પર્યાવરણ સુરક્ષાધારા ૧૯૮૬નાં નોટીફિકેશન મુજબ સોમનાથ સાનિધ્યે આવેલ જીઆડી.ીસ ખંડમાં આ અંગે જાહેર લોકસુનાવણી યોજાઈ હતી જેમાં ગુજરાત પ્રદુષણ બોર્ડ જુનાગઢના પ્રાદેશિક અધિકારી મુકેશ મકવાણા તથા ગીર-સોમનાથ જીલ્લાનાં અધિક કલેકટર એચ.આર.મોદીનાં અધ્યક્ષપદે આ સુનાવણી યોજાઈ હતી તથા રેકોર્ડ ઉપર નોંધ લેવામાં આવી હતી તેમજ થનાર વિકાસ અંગે પ્રવચન દ્વારા તેમજ પ્રોજેક્ટર દ્વારા સમગ્ર પ્રોજેક્ટનાં સ્થળ અને આંકડા પ્રોજેક્ટર દ્વારા પડદા ઉપર દર્શાવી ઉપસ્થિતોને વાકેફ કરાયા હતાં અને તેમનાં દ્વારા આવેલાં ૧૦ સૂચનોને નોંધ લઈ સમગ્ર પ્રક્રિયા ગાંધીનગર પ્રાદેશિક કચેરી જુનાગઢ દ્વારા રવાના કરવામાં આવી છે.
વધુ માહિતી આપતાં પ્રાદેશિક અધિકારી મકવાણાએ જણાવ્યું હતું કે, વેરાવળ હાર્બરનો રૂપિયા ૧૮૫ કરોડનાં ખર્ચે વિકાસ કરાશે જેમાં બ્રેક વોટર, બર્થિંગ કર્વે, મત્સ્ય પેદાશો ચઢાવવા-ઉતારવા, ધક્કા સુવિધાઓ, ઓક્સન હોલ કે જેમાં શુદ્ધ અને પેય પાણી મળી રહે તથા ગંદા નિકાલના પાણીને સ્વચ્છ કરવાનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ફિશિંગ ગીયર સંગ્રહ, દરિયાઈ ડ્રેઝિંગ કરી દરિયાની ઉંડાઈ વધારવી, સેનીટેશન, બાથરૂમ વ્યવસ્થા અને હાલની જે ૧૨૦૦ થી ૧૩૦૦ બોટો બંદર ઉપર હેન્ડલીંગ થાય છે તેમાં ૨૬૦૦થી પણ વધુ બોટો હેન્ડલીંગ કરી શકે તેવી સુવિધાઓ પાર્કિંગ ક્ષમતામાં વધારો, બરફ સાથે મત્સ્ય પેદાશો સંગ્રહ અનુકુળ સુવિધાઓનો આમાં સમાવેશ થાય છે.
ફિશરીઝ અધિકારી વેરાવળ જગદીશ ટંડેલે આ સમગ્ર કાર્ય અંગે જણાવ્યું હતું કે, સુચિત હાર્બર પ્રોજેક્ટ અઢી વર્ષમાં પૂર્ણ થશે અને ડ્રેજીંગની નીકળતી માટીમાંથી ૫૦ ટકા પુરાણ કરવા માટે ઉપયોગ કરાશે અને ૪૫૦૦ જેટલી બોટો બંદર ઉપર લાંગરી શકશે અને પાણી વ્યવસ્થા માટે સોનારીયા સમ્પ તથા ઉમરેઠીથી નિયમીત પાણી મળતું રહે તેવી વ્યવસ્થા વધુ સઘન ગોઠવાશે.
વેરાવળનાં સામાજીક કાર્યકર રિતેષ ફોફંડી દ્વારા સચોટ માહિતી સાથે જરૂરી સૂચન કરાયાં હતાં જેની નોંધ લેવાઈ હતી, જેમાં ડ્રેઝીંગ ગ્રાફ ત્રણ મીટર સુધી ઉંડો ઉતારવો અને ગંદા પાણીના નિકાલ માટે મુખ્ય ખાડીના પાણીને સરક્યુલેટ કરવું અને વેરાવળ શહેરનું ગંદુ પાણી જે ખાડીમાં ઠલવાય છે તેને અન્ય રીતે ડાયવર્ટ કરીવું.
આ સુનાવણીમાં ખારવા સમાજ પટેલ લખમભાઈ ભેંસલા, સીફુડ એસો. એક્સપોર્ટનાં પ્રમુખ પિયુષ ફોફંડી, ભીડીયા કોળી સમાજ પ્રમુખ જ્યંતિ સોલંકી, ફિશ નિકાસકાર રિતેશ ફંફોડી, બોટ એસો. પ્રમુખ તુલસી ગોહેલ, સદભાવના બોટ એસો. પ્રમુખ દેવજીભાઈ માલમડી સહિત માછીમાર સમાજનાં અગ્રણીો ઉપસ્થિત રહ્યાં હતાં.
રિપોર્ટર :- મિનાક્ષી ભાસ્કર વૈધ (પ્રભાસપાટણ)

Related posts

राणावाव के डबल मर्डर केस में भीमा दुला समेत तीन को उम्रकैद

aapnugujarat

पंत को खुद ही अपने आलोचकों को जवाब देना होगा : कपिल

aapnugujarat

પ્રધાનમંત્રી મોદીએ પાંચ વર્ષમાં ભારતનું નામ રોશન કર્યું છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1