Aapnu Gujarat
Uncategorized

સુપ્રિયા સુલેને કેબિનેટમાં ખાતાની ઓફર થઇ હતી : સંજય રાવત

શિવસેનાના મુખ્ય પત્ર સામનામાં હવે ચોંકાવનારો રાજકીય ધડાકો કરવામાં આવ્યો છે. આમાં દાવો કરવામાં આવ્યો છે કે એનસીપીના વડા શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલેને કેન્દ્રિય કેબિનેટમાં ખાતાની ઓફર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી. સાંસદ સુપ્રિયાને ઓફર કરવામાં આવી હોવાની વાત સામનાએ પવારને ટાંકીને કરી છે. સામનાના આ ધડાકાથી રાજકીય વર્તુળોમાં આ મુદ્દે ચર્ચા છેડાઇ ગઇ છે.
સામનામાં હસ્તાક્ષર કરવામાં આવેલા લેખમાં શિવસેનાના વ્યુહરચનાકાર સંજય રાવતે પવારની સાથે તેમની હાલની બેઠકનો ઉલ્લેખ કરીને આ વાત કરી છે. એનસીપી ભાજપના નેતૃત્વમાં એનડીએમા સામેલ થવા જશે કે કેમ તે અંગે પુછવામાં આવતા પવારે મિડિયા પર આના દોષારોપણ કર્યા હતા. તેમની પાર્ટીના મામલે બિનજરૂરી માહિતી ફેલાવવાનો તેમના પર આક્ષેપ કરવામાં આવ્યો હતો. રાવતના કહેવા મુજબ પવારે નરેન્દ્ર મોદી સાથે તેમની બેઠકની પણ યાદ અપાવી હતી.
મરાઠા શક્તિશાળી નેતાએ કહ્યુ હતુ કે મોદીએ સુપ્રિયા માટે કેબિનેટ ખાતાની ઓફર કરી હતી. મોદી સાથેની બેઠક વેળા સુપ્રિયા પોતે પણ હાજર રહી હતી.રાવતે કહ્યુ હતુ કે પવાર જે કઇ પણ કહે પરંતુ એનસીપીના નેતાઓ ભાજપની સાથે સીધી રીતે સંપર્કમાં હતા. શરદ પવાર અને સુપ્રિયા સુલેએ સામના મુખપત્રમાં કરવામાં આવેલી વાત અંગે કોઇ ટિપ્પણી કરવાનો ઇન્કાર કરી દીધો છે. શિવસેનાએ દાવો કર્યો છે કે નાણાંપ્રધાન અરૂણ જેટલી અને મહારાષ્ટ્રનાં મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસે પવારની સાથે પુણેમાં જાહેર કાર્યક્રમમાં હાજરી આપી હતી. એનસીપીને પોતાની તરફેણમાં કરવા માટે ભાજપે તમામ પ્રયાસો કર્યા હતા.
સામનામાં કરવામાં આવેલા ધડાકાના સંબંધમાં ભાજપના નેતાઓ તરફથી હજુ સુધી કોઇ વાત કરવામાં આવી નથી. જો કે પવારને ટાંકીને મોટી વાત કરવામાં આવતા આની ચર્ચા છે. આક્ષેપબાજીનો દોર જારી રહ્યો છે.

Related posts

ઉપલેટા નવા તાલુકા પંચાયતનું કરવામાં આવ્યુ લોકાર્પણ

editor

જસદણ માટે કોંગીએ પેનલ તૈયાર કરી કમાન્ડને મોકલી

aapnugujarat

लोजपा की हार के बाद बोले चिराग – नीतीश को समर्थन नहीं, लेकिन केंद्र में पीएम मोदी के साथ

editor

Leave a Comment

UA-96247877-1