Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દેશનાં ચાર રાજ્યોમાં દશકોથી લટકેલાં કેસોનો નિકાલ કરાયો

કહેવામાં આવે છે કે ન્યાયમાં વિલંબ થાય તો તેને ન્યાયથી વંચિત ગણવામાં આવે છે. ભારતની ન્યાયિક વ્યવસ્થા સામાન્ય રીતે આ સમસ્યાને ઉકેલવા માટે વર્ષોથી સંઘર્ષ કરી રહી છે, પરંતુ હવે ચાર રાજ્યો અને અને એક કેન્દ્ર શાષિત પ્રદેશે એક અલગ જ આશા જગાવી છે.
આ રાજ્યો અને કેન્દ્ર શાષિત પ્રદેેશે પોતાના અધિકાર ક્ષેત્રમાં આવેલા તમામ ન્યાયાલયમાં એક દશક અથવા તો તેના કરતા પણ વધારે સમયથી લટકેલા તમામ કેસોનો ઉકેલ લાવી દીધો છે. હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ અને કેરળે આ ઐતિહાસિક સફળતા હાંસલ કરી છે. જ્યારે કેન્દ્ર શાષિત પ્રદેશ ચંદીગઢે પણ તેની જસ્ટીસ ડિલિવરી સિસ્ટમમાં સુધારો કરીને મોટી સફળતા હાંસલ કરી લીધી છે. દેશમાં એક દશકઅથવા તો તેના કરતા પણ વધારે સમયથી લટકેલા કેસોની સંખ્યા હાલમાં આશરે ૨૩ લાખ છે. કુલ કેસોની સંખ્યાના નવ ટકા કેસો દેશભરના ન્યાયાલયમાં લટકેલા છે. આ પાંચ રાજ્યો ઉપરાંત પાંચ અન્ય રાજ્યો દિલ્હી, આસામ, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કર્ણાટક પણ કેસોનો નિકાલ કરવામાં વધારે પાછળ નથી. આ રાજ્યોએ પણ પોતાના ત્યાં દશકોતી લટકેલા કેસોને આશરે એક ટકાની નીચી સપાટી પર લાવી દીધા છે. એટલે કે આ રાજ્યો પણ કેસોનો નિકાલ લાવવાની તૈયારીમાં છે. જો કે આમાં સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટમાં રહેલા કેસોના આંકડાને સામેલ કરવામાં આવ્યા નથી. પોતાના અધીનસ્થ કોર્ટોમાં કેસોનો નિકાલ કરીને રાજ્યોએ મોટી સફળતા મેળવી લીધી છે. દેશના આશરે ૧૭૦૦૦૦ અધીનસ્થ ન્યાયાલયમાં ૨.૫૪ કરોડ કેસ પેન્ડિંગ રહેલા છે. નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડ દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં કેટલીક બાબતોનો ખુલાસો કરવામાં આવ્યો છે. આંકડા મુજબ આમાંથી ૨૨.૭૬ લાખ કેસ ૧૦ વર્ષ અથવા તો વધારે વર્ષથી પેન્ડિંગ છે. કેટલાક રાજ્યો જેમ કે હરિયાણા, પંજાબ, કર્ણાટક, કેરળ અને દિલ્હીમાં પેન્ડિંગ કેસોની સંખ્યા ખુબ વધારે છે. આવી સ્થિતીમાં દશકોથી લટકેલા કેસોનો ઉકેલ લાવી દેવામાં આવ્યો છે. કેસોનો ઉકેલ લાવવાની બાબત રાજ્યોમાં જજની કાર્યકુશળતા અને સરકાર તેમજ હાઇકોર્ટ તરફથી ઉઠાવવામાં આવેલા પગલાની સફળતાને દર્શાવે છે.
કેસો લટકી રહેવાના કારણે જેલોમાં અંડર ટ્રાયલ કેદીઓની પણ ભરમાર રહે છે. અંડરટ્રાયલ રહેલા કેદીઓનો જેલમાં જોરદાર ભરાવો રહે છે. કેટલાક રાજ્યો સુધારાત્મક પગલા લઇને આ સમસ્યાથી બહાર આવી રહ્યા છે. કેટલાક રાજ્યો હજુ પણ સંઘર્ષ કરી રહ્યા છે. ગુજરાત, બિહાર, ઉત્તરપ્રદેશ, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યો હજુ પણ કેસોના ભરાવાની સમસ્યાને ઉકેલી શક્યા નથી. દશકોથી અટવાયેલા કેસોનો નિકાલ કરવામાં આ રાજ્યોને તકલીફ થઇ રહી છે. ગુજરાત આ મામલે ટોપ પર છે. ગુજરાતના અધીનસ્થ ન્યાયાલયમાં કુલ પેન્ડિંગ કેસોમાં દશકોથી લટકેલા કેસોની સંખ્યા ૨૦ ટકાની આસપાસ છે. ઓરિસ્સામાં ૧૭ ટકા, બિહારમાં ૧૬ ટકા, ઉત્તરપ્રદેશમાં ૧૩ ટકા, બંગાળ અને ઉત્તરાખંડમાં ૧૨ ટકા, જમ્મુ કાશ્મીરમાં ૧૧ ટકા કેસો એવા છે જે દશકોની લટકેલા છે. આવી સ્થિતીમાં જસ્ટીસ ડિલીવરી સિસ્ટમને પ્રભાવશાળી બનાવવા અને જવાબદારીપૂર્ણ બનાવવા માટે ધરખમ ફેરફાર કરવાની તાકીદની જરૂર છે. લોકોને કેસો સાથે સંબંધિત ઓપચારિકતા પૂર્ણ કરવામાં વિલંબથી બચાવવા માટે ઓટોમેશનની જરૂર દેખાઇ રહી છે.સરકાર પહેલાથી જ આવા પગલા લઇ રહી છે. કેટલાક ટેકનિકલ પ્લેટફોર્મ જેમ કે નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડ અને કોર્ટ સોફ્ટવેર વિકસિત કરવામાં આવ્યા છે.

Related posts

ગામો અને સ્ટેશનના નામને બદલવા ૨૭ પ્રસ્તાવ આવ્યાં : ગૃહ મંત્રાલય સમક્ષ નવી દુવિધા

aapnugujarat

‘દેશમાં અંધકારમય માહોલ છે’ ગેંગરેપની ઘટનાઓ વિશે નિવૃત્ત અધિકારીઓનો પીએમ મોદીને પત્ર

aapnugujarat

પેગાસસ કેસ : સુપ્રીમે કેન્દ્રને ફટકારી નોટિસ

editor

Leave a Comment

UA-96247877-1