Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

હાઈડ્રોજન બોમ્બનું પરીક્ષણ કરનાર ઉત્તર કોરિયા સાથે બિઝનેસ કરતા દેશોને પાઠ ભણાવશે અમેરિકા

ઉત્તર કોરિયાએ ખતરનાક એવા હાઈડ્રોજન બોમ્બનું પરીક્ષણ કરતાં અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાના ભવાં ખેંચાયાં છે.યૂએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે જે દેશો ઉત્તર કોરિયા સાથે બિઝનેસ સોદાઓ કરતા હશે એમની સાથેના આર્થિક સંબંધો તોડી નાખવા અમેરિકા વિચારશે.બીજી બાજુ, સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાના મહામંત્રી એન્ટોનિઓ ગ્યૂટેરેસે પણ ઉત્તર કોરિયાના પગલાને વખોડી કાઢ્યું છે અને પાંચ દેશોએ કરેલી વિનંતીને પગલે સુરક્ષા પરિષદની તાકીદની બેઠક બોલાવી છે.
ગ્યૂટેરેસના પ્રવક્તા સ્ટીફેની ડ્યૂજેરીકે કહ્યું કે હાઈડ્રોજન બોમ્બનું પરીક્ષણ કરીને ઉત્તર કોરિયા (ડેમોક્રેટિક પીપલ્સ રીપબ્લિક ઓફ કોરિયા)એ પોતાના આંતરરાષ્ટ્રીય ઉત્તરદાયિત્વનું ઉલ્લંઘન કર્યું છે અને અણુશસ્ત્રોનો ફેલાવો રોકવા તથા નિઃશસ્ત્રીકરણ માટે દુનિયાના દેશોએ આદરેલા પ્રયાસોને ઠેસ પહોંચાડી છે. ઉત્તર કોરિયા એકમાત્ર દેશ છે જે અણુબોમ્બના ધડાકા વિરુદ્ધના નિયમોનો સતત ભંગ કર્યા કરે છે.
યૂએન સંસ્થાને આ વિનંતી કરી છે અમેરિકા, જાપાન, ફ્રાન્સ, બ્રિટન અને દક્ષિણ કોરિયાએ. એમની વિનંતીને પગલે યૂએન સંસ્થાએ આજે, સોમવારે સુરક્ષા પરિષદની તાકીદની બેઠક બોલાવી છે.
ઉલ્લેખનીય છે કે, ઉત્તર કોરિયાએ રવિવારે બપોરે હાઈડ્રોજન બોમ્બનું પરીક્ષણ કર્યું હતું. એણે અત્યાર સુધીમાં આ છઠ્ઠો અણુ અખતરો કર્યો છે. રવિવારનો અણુધડાકો સૌથી મોટો અને ખતરનાક હતો.

Related posts

ઉત્તર કરિયા પર નવા પ્રતિબંધ મુદ્દે આ સપ્તાહમાં નિર્ણય થશે

aapnugujarat

અફઘાનિસ્તાનમાં આઇએસના ત્રાસવાદીઓએ પોતાના સંગઠનના જ ૧૫ યુવાનોનાં મસ્તક વાઢી નાખ્યા

aapnugujarat

કાબુલમાં તાલિબાને લોકો પાસેથી હથિયારો છીનવ્યા

editor

Leave a Comment

UA-96247877-1