ઉત્તર કોરિયાના મિસાઈલ પરીક્ષણો પર પ્રતિબંધ મુકવા માટે અમેરિકા અને ચીનમાં વાતચીત ચાલી રહી છે. સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકી રાજદૂત નિકી હેલીએ આશા વ્યક્ત કરી છે કે આ સપ્તાહમાં ચીન અને અમેરિકા આ સંદર્ભમાં અંતિમ નિર્ણય લઈ શકે છે. હેલીએ પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું છે કે ચીન ઉત્તર કોરિયાને પોતાના વ્યવહારમાં ફેરફાર કરવા માટે બેક ચેનલથી દબાણ લાવી રહ્યું છે. સાથે સાથે ઉત્તર કોરિયા પર નવા સંભવિત પ્રતિબંધને લઈને ચીન અમેરિકા સાથે પણ વાતચીત કરી રહ્યું છે. હેલીએ કહ્યું છે કે અમે ચીન ઉપર દબાણ લાવીશું. સાથે સાથે અમે પોતાની રીતે પણ કામ કરતા રહીશું. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ સપ્તાહમાં જ ઉત્તર કોરિયા ઉપર પ્રતિબંધ લાદવામાં આવી શકે છે.
ઉત્તર કોરિયા પર કઠોર પ્રતિબંધ ઝીંકવા માટે છેલ્લા ઘણા સમયથી વાતચીત ચાલી રહી છે. આશા છે કે આ સપ્તાહમાં ઉત્તર કોરિયાને મિસાઈલ કાર્યક્રમ ઉપર પ્રતિબંધ લાગુ કરવાને લઈને બંને દેશો કોઈ નિર્ણય પર પહોંચી શકે છે. આ માહિતી સંયુક્ત રાષ્ટ્રના અમેરિકી રાજદૂત નિકી હેલી દ્વારા આપવામાં આવી છે. ઉત્તર કોરિયાએ ત્રણ સપ્તાહમાં પણ ઓછા સમયમાં ત્રણ વખત મિસાઈલ પરીક્ષણ કર્યું છે. ઉત્તર કોરિયાને નવા પ્રતિબંધ લાગુ કરવાને લઈને ચેતવણી આપવામાં આવી ચુકી છે. ઉત્તર કોરિયા ચેતવણીની ચિંતા કર્યા વગર પરીક્ષણ કરવામાં વ્યસ્ત છે. સંયુક્ત રાષ્ટ્રે ઉત્તર કોરિયા પર પ્રતિબંધ મુકવાને લઈને છેલ્લા એક મહિનાથી વાતચીત જારી રાખી છે. ચીન સાથે વાતચીત ચાલી રહી છે. ઉત્તર કોરિયાના ખતરાને પહોંચી વળવા માટે અમેરિકા તમામ તૈયારીમાં વ્યસ્ત છે. ઉત્તર કોરિયામાં મિસાઈલ અને પરમાણુ ખતરાને પહોંચી વળવા અમેરિાક દ્વારા પણ નવા પરીક્ષણો થઈ રહ્યા છે.