Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

બ્લૂ વ્હેલ પર પ્રતિબંધનો ઉકેલ કેન્દ્ર વિચારે : મદ્રાસ હાઈકોર્ટ

જીવલેણ બ્લૂ વ્હેલ ગેમ પર મદ્રાસ હાઈકોર્ટે લાલ આંખ કરી છે. હાઈકોર્ટે આ ગેમ પર પ્રતિબંધ મૂકવાનો ઉકેલ શોધવા સોમવારે કેન્દ્રને જણાવ્યું હતું. હાઈકોર્ટે રાજ્ય અને કેન્દ્ર સરકારને આ માટે નિર્દેશો પણ જાહેર કર્યા હતા. છેલ્લા એક સપ્તાહમાં આ ખતરનાક ગેમને પગલે દેશમાં ચાર લોકોનાં મોત થયા હતા. બ્લૂ વ્હેલ એક ઓનલાઈન ગેમ છે. આ ગેમના કેટલાક સ્ટેજ બાદ રમનારને આત્મહત્યા કરવા ઉશ્કેરવામાં આવે છે. ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યમાંથી કુલ ચાર જેટલા લોકોએ આ ગેમને લીધે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું હતું.મદ્રાસ હાઈકોર્ટે આ મુદ્દે સુઓ મોટોને પગલે સુનાવણી હાથ ધરી હતી. સોમવારે આ કેસની સુનાવણી મદ્રાસ હાઈકોર્ટે મદુરાઈ બેન્ચના જસ્ટિસ કેકે શ્રીધરન અને જસ્ટિસ જીઆર સ્વામીનાનથેકરી હતી. બેન્ચે આ કેસમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ સચિવ તેમજ ગૃહ સચિવને નોટિસ પાઠવી હતી. બેન્ચે આ ગેમ અંગેના કેસમાં કેટલાક ડાયરેક્શન્સ પણ આપ્યા હતા.કોર્ટે કેન્દ્રીય અને રાજ્ય સરકારને બ્લૂ ગેમ પર પ્રતિબંધ મૂકવાનો રસ્તો શોધવા જણાવ્યું હતું. હાઈકોર્ટે આઈઆઈટી મદ્રાસના ડાયેરક્ટરને આ પ્રકારની ગેમ પર કેવી રીતે પ્રતિબંધ મૂકવો તે જણાવવા કહ્યું હતું. સુનાવણી દરમિયાન સરકારે હાઈકોર્ટને જણાવ્યું કે તાજેતરમાં મદુરાઈના જે યુવકે આત્મહત્યા કરી હતી તેણે ૭૫ અન્ય લોકોને આ ગેમ ફોર્વર્ડ કરી હતી. જો કે આ તમામ લોકોને ગેમ રમવાથી અટકાવી લેવાયા હતા.હાઈકોર્ટે ડીજીપી અને ગૃહ સચિવને સખત શબ્દોમાં આદેશ કરતા જણાવ્યું હતું કે આ પ્રકારની ગેમ શેર કરનારા સામે કડક પગલાં લેવામાં આવે. ૧૯ વર્ષીય એક યુવકે આત્મહત્યા કર્યા બાદ વકીલે હાઈકોર્ટમાં આ મુદ્દાને ગંભીર રીતે લેવા અપીલ કરી હતી જેને પગલે કોર્ટે સુઓ મોટો હેઠળ કેસની સુનાવણી કરી હતી.બ્લૂ વ્હેલ ગેમ માટે છેલ્લા સાત દિવસમાં ઈન્દોર, ભોપાલ, ગ્વાલિયર, જબલપુર સહિતના મોટા શહેરોમાં સર્ચ કરવામાં આવ્યું હોવાનું ગૂગલ ટ્રેન્ડ પરથી જણાય છે. સૌથી વધુ છતરપુર, શહડોલ, હોશંગાબાદ અને એમપી સહિત ૨૭ શહેરોમાં આ ગેમ માટે સર્ચ કરવામાં આવ્યું હતું. ૨૭ ઓગસ્ટથી ૩ સપ્ટેમ્બર સુધીના આ ટ્રેન્ડ મુજબ છતરપુરમાં સૌથી વધુ આ ગેમ માટે સર્ચ થયું હતું બીજા ક્રમે હોશંગાબાદ રહ્યું હતું.સાત દિવસમાં ચાર લોકોએ આત્મહત્યા કરી
૧ સપ્ટેમ્બરઃબનાસકાંઠાના માલણ ગામનો ૨૦ વર્ષના યુવક અશોક મુલાણાએ અમદાવાદમાં સાબરમતિ નદીમાં છલાંગ મારી હતી.
૩૧ ઓગસ્ટઃપુડ્ડુચેરીમાં એમબીએ પ્રથમ વર્ષના વિદ્યાર્થી શશિકુમારે ગળાફાંસો ખાધો હતો.૩૦ ઓગસ્ટઃતમિળનાડુના મુદરાઈમાં બી.કોમના ૧૯ વર્ષના વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈ લેતા આત્મહત્યા કરી હતી.

Related posts

As much as Pak goes downward over Kashmir India’s stand will be more higher: Syed Akbaruddin

aapnugujarat

ભારતીય સેનામાં સ્વદેશી ‘ઘનુષ’ તોપનો સમાવેશ

aapnugujarat

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના નજીકના લોકો પર આવકવેરાના દરોડાઓ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1