Aapnu Gujarat
રાષ્ટ્રીય

સ્નાતક સુધી છોકરીઓને મફ્ત શિક્ષણ આપશે કર્ણાટક સરકાર

કર્ણાટક સરકાર રાજ્યમાં છોકરીઓ માટે સ્નાતક સુધી મફ્ત શિક્ષણ પૂરૂ પાડવાની સુવિધા ઊભી કરવા જઇ રહી છે. છોકરીઓને માટે ધોરણ ૧થી સ્નાતક સુધીનાં શિક્ષણ સુધી કર્ણાટક સરકાર આર્થિક સહાયતા પૂરી પાડશે. સરકારી તથા સરકારી સહાયતા મેળવનાર શિક્ષણ સંસ્થાઓમાં અભ્યાસ કરનાર છોકરીઓને આ સ્કીમનો લાભ પ્રાપ્ત થશે. જો કે સાથે પ્રોફેશનલ કોર્સ કરાવનાર સંસ્થાઓમાં આ સ્કીમનો લાભ પ્રાપ્ત થશે નહીં.
રાજ્યનાં ઉચ્ચ શિક્ષામંત્રી બસવરાજ રાયારેડ્ડીએ કહ્યું કે, “આ સ્કીમનો ફાયદો એવી જ વિદ્યાર્થીનીઓ લઇ શકશે કે જેનાં માતા-પિતાની વાર્ષિક આવક રૂ.૧૦ લાખથી ઓછી હોય.” એમનું એવું કહેવું છે કે આ સ્કીમથી સૌથી વધુ ફાયદો ગરીબ વિદ્યાર્થીનીઓને થશે.
એવું અનુમાન પણ લગાવાઇ રહ્યું છે કે આ સ્કીમનાં લાભાર્થીઓ તરીકે રાજ્યની ૧૮ લાખ છોકરીઓનો સમાવેશ થઇ શકે છે. સરકાર આ સ્કીમ માટે રૂ.૧૧૦ કરોડનાં ફંડની ફાળવણી કરવાનો વિચાર પણ કરી રહી છે. ૧૮ લાખ વિદ્યાર્થીનીઓનો આ સ્કીમમાં સમાવેશ થવાંની બાબતને જો સાચી રીતે સ્વીકારવામાં આવે તો એનો મતલબ એવો થાય કે દર વર્ષે છોકરીઓને માત્ર ૬૧૧ રૂપિયા જ મળશે. હવે આવામાં દરેકને શિક્ષા કેવી રીતે પ્રાપ્ત થઇ શકશે એનો જવાબ સરકાર પાસે પણ નથી.
હમણાં જ થોડાંક સમય પહેલાં પંજાબ અને તેલંગાણાએ પણ આવી જ સ્કીમ લોન્ચ કરી હતી. જો કે આ બાબતે વધુ પૂછપરછ કરાતાં ઉચ્ચ શિક્ષા મંત્રીએ આ રાજ્યોની સ્કીમની નકલને નકારી કાઢી. સરકારનું કહેવું છે કે આ સ્કીમથી એ ગરીબ છોકરીઓને ફાયદો થશે કે જે પૈસાનાં અભાવનાં કારણે પોતાનો અભ્યાસ પૂર્ણ ન કરી શકી હોય.

Related posts

રાજ્યસભામાં રજૂ ન થઈ શક્યું નાગરિકતા સંશોધન બિલ

aapnugujarat

दम घोंटू हवा से निपटने में नाकाम सरकारों को सर्वोच्च न्यायालय ने लगाई फटकार

aapnugujarat

૧ એપ્રિલથી ૪૫થી વધુ ઉંમરના તમામને કોરોનાની રસી અપાશે

editor

Leave a Comment

UA-96247877-1