Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

વીરભદ્રસિંહના ફાર્મ હાઉસને ટાંચમાં લેવાયું : રિપોર્ટ

ખાસ અદાલતે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી વીરભદ્રસિંહ અને તેમના પરિવાર સામે મની લોન્ડરિંગ તપાસના સંદર્ભમાં ફાર્મ હાઉસને ટાંચમાં લેવા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને આદેશ આપવાના અહેવાલને સમર્થન આપ્યું છે. ખાસ અદાલતે વીરભદ્રસિંહના ફાર્મ હાઉસને ઇડી દ્વારા ટાંચમાં લેવાના અહેવાલને સમર્થન આપીને કહ્યું છે કે, તપાસ સંસ્થાઓએ કાર્યવાહી કરી છે. કેન્દ્રીય તપાસ સંસ્થાએ મહેરોલી નજીક ડેરામંડીના દક્ષિણ દિલ્હીના અપમાર્કેટમાં પ્રોપર્ટીને ટાંચમાં લઇ લીધી છે. આમા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, શેલ કંપનીઓ મારફતે ઉભી કરવામાં આવેલી રકમ મારફતે આની ખરીદી કરવામાં આવી હતી. એજન્સીએ પ્રવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈ હેઠળ ફાર્મ હાઉસ માટે સંપત્તિ ટાંચમાં લેવા માટેના આદેશો જારી કકર્યા હતા. સંપત્તિની કિંમત ૬.૬૧ કરોડ રૂપિયા હતી. માર્કેટ વેલ્યુ ૨૭.૨૯ કરોડ થઇ ગઇ છે. ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા આ મુલ્યાંકન કરવામાં આવ્યું છે. ઇડી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તપાસ સંસ્થાને જાણવા મળ્યું છે કે, સિંહની બિનહિસાબી સંપત્તિ અન્ય ચીજવસ્તુઓની ખરીદી કરવા માટે રોકવામાં આવી હતી. આ ફાર્મ હાઉસની ખરીદી પ્રતિ રજિસ્ટ્રી વેલ્યું ૧.૨૦ કરોડની રકમ સાથે ખરીદવામાં આવી હતી. ૧૫ લાખ રૂપિયાના બે ચેક અને ૪૫-૪૫ લાખના અન્ય બે ચેક મારફતે પેમેન્ટની રકમ ચુકવવામાં આવી હતી. ૫.૪૧ કરોડ રૂપિયા ફાર્મ હાઉસને ખરીદવા માટે રોકડમાં ચુકવવામાં આવ્યા હતા. આ ફંડની રકમની વેકમુલ્લા ચંદ્રશેખર મારફતે પુરા પાડવામાં આવ્યા હતા. વીરભદ્રની મુશ્કેલીઓ દિન પ્રતિદિન વધી રહી છે. હિમાચલમાં વિધાનસભાની ચૂંટણી આડે હવે વધારે સમય રહ્યો નથી ત્યારે વીરભદ્રના કારણે કોંગ્રેસની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે.

Related posts

ખેડૂતો કોરોનાના ડરથી આંદોલન પૂરું નહીં કરે : ટીકૈત

editor

કાર્તિના સીએને આખરે દિલ્હી કોર્ટ વતી જામીન

aapnugujarat

Sensex drops by 553.82 points and Nifty closes at 11843.75

aapnugujarat

Leave a Comment

UA-96247877-1