Aapnu Gujarat
રાષ્ટ્રીય

કાર્તિના સીએને આખરે દિલ્હી કોર્ટ વતી જામીન

આઈએનએક્સ મિડિયા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવેલા કાર્તિ ચિદમ્બરમના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસ ભાસ્કરરમનને દિલ્હી કોર્ટે આખરે જામીન આપી દીધા છે. સ્પેશિયલ જજ સુનિલ રાણા દ્વારા ભાસ્કરરમનને જામીન આપી દેવામાં આવ્યા હતા. તેમની ૧૬મી ફેબ્રુઆરીના દિવસે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી. રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં ફાઇવસ્ટાર હોટલમાંથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે જામીન આપતા સીએને રાહત થઇ છે. બે લાખ રૂપિયાના જામીન બોન્ડ અને આટલી જ નાણાંકી બાંહેધરીના આધાર પર તેમને જામીન મળ્યા છે. તપાસમાં સહકાર આપવા માટે તેમને કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત પરવાનગી વગર તેઓ દેશ છોડીને જઇ શકશે નહીં. કસ્ટોડિયલ પુછપરછ માટે હવે તેમની કોઇ જરૂર દેખાઈ રહી નથી. તેવા આધાર પર સીએ દ્વારા જામીનની માંગ કરવામાં આવી હતી. સીએને ૨૬મી ફેબ્રુઆરીના દિવસે જેલમાં મોકલી દેવાયા હતા. ઇડી દ્વારા કસ્ટોડિયલ પુછપરછ કરાયા બાદ જેલમાં લઇ જવાયા હતા.

Related posts

બળાત્કારના આરોપમાં યુપીના એક વધુ બાબાની ધરપકડ

aapnugujarat

इकबाल मिर्ची की संपत्ति जब्त होगी

aapnugujarat

ત્રાસવાદીઓને રક્ષણ મળશે તો ફરી કઠોર એક્શન લેવાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1