Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ઉત્તર કોરિયા ચીન માટે પણ ખતરારૂપ : ડોનાલ્ડ ટ્રમ્પ

હાઇડ્રોજન બોંબના પરિક્ષણથી અમેરિકા સહિતના દેશો ચિંતાતુર થઇ ગયા છે. અમેરિકાએ કહ્યું છે કે, દુષ્ટ ઉત્તર કોરિયા ચીન માટે પણ ખતરા સમાન છે. ભારત, અમેરિકા, ચીન, રશિયા અને જાપાન જેવા દેશોએ પરીક્ષણને લઇને નારાજગી વ્યક્ત કરી છે. બીજી બાજુ દક્ષિણ કોરિયાએ પોતાના સૈનિકોને એલર્ટ કરી દીધા છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હોદ્દો સંભાળી લીધા બાદ ઉત્તર કોરિયા દ્વારા આ પ્રથમ પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું છે. ટ્રમ્પે આ પરીક્ષણનો વિરોધ કરતા લખ્યું છે કે, ઉત્તર કોરિયા એક દુષ્ટ રાષ્ટ્ર તરીકે છે. ઉત્તર કોરિયા ચીન માટે પણ ખતરા સમાન અને શરમજનક સ્થિતિ માટેનું કારણ બની ગયું છે. ટ્રમ્પે ઉત્તર કોરિયાને કઠોર શબ્દોમાં ચેતવણી આપી છે અને કહ્યું છે કે, અમેરિકા માટે તે ખુબ જ ખતરકનાક છે. ટ્રમ્પે ટિ્‌વટર પર લખ્યું છે કે, દક્ષિણ કોરિયાને હવે તેની વાત સમજાઈ રહી છે. ભારતીય વિદેશ મંત્રાલયે પણ ઉત્તર કોરિયાના આ પગલાને લઇને ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે, તે આંતરરાષ્ટ્રીય કટિબદ્ધતાઓના ભંગ સમાન છે. કોરિયન દ્વિપને પરમાણુ મુક્ત કરવાના ઉદ્દેશ્યની વિરુદ્ધમાં આ પગલું છે. ઉત્તર કોરિયાને અપીલ કરી છે કે આ પ્રકારના પગલા લેતા બચે. આ પરીક્ષણ ક્ષેત્ર અને તેની બહાર શાંતિ અને સ્થિરતા પર ખતરો બની શકે છે. ભારતે પરમાણુ અને મિસાઇલ ટેકનોલોજીના ફેલાવાને લઇને ચિંતા વ્યક્ત કરી છે. ચીને પણ હાઇડ્રોજન બોંબના પરીક્ષણને લઇને ચિંતા વ્યક્ત કરી છે. જાપાની વડાપ્રધાન સિન્જોએ કહ્યું છે કે, પરમાણુ પરીક્ષણને ચલાવી લેવામાં આવશે નહીં. હાઇડ્‌ોજન બોંબના સફળ પરીક્ષણથી નારાજ રશિયાએ શાંતિની અપીલ કરી છે.

Related posts

थाईलैंड में भूकंप के झटके

aapnugujarat

યુએનમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સ્થાપિત થશેે

aapnugujarat

US Citizenship and Immigration Services start accepting H-1B petitions from April 1, 2020

aapnugujarat

Leave a Comment

UA-96247877-1