Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સીતારામનને સંરક્ષણ મંત્રી તરીકેની મોટી જવાબદારી

નિર્મલા સીતારામનને દેશના આગામી સંરક્ષણમંત્રી તરીકેની મોટી જવાબદારી સોંપવામાં આવી છે. હાલમાં નાણા મંત્રાલયની સાથે સાથે સંરક્ષણ મંત્રાલયની જવાબદારી પણ સંભાળી રહેલા અરુણ જેટલી પાસેથી સંરક્ષણ મંત્રાલયની વધારાની જવાબદારી લઇને નિર્મલા સીતારામનને આ મોટી જવાબદારી સોંપવામાં આવી છે. પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી બાદ નિર્મલા સીતારામન દેશના બીજા મહિલા સંરક્ષણ મંત્રી બની ગયા છે. અલબત્ત ઇન્દિરા ગાંધીએ વડાપ્રધાન તરીકેના ગાળા દરમિયાન સંરક્ષણ મંત્રાલયની જવાબદારી સંભાળી હતી. નિર્મલા સીતારામન સામે અનેક નવા પડકારો રહેલા છે. એકબાજુ પાકિસ્તાન, ચીન સાથે જુદા જુદા વિષયોને લઇને મતભેદની સ્થિતિ પ્રવર્તી રહી છે. આવા સમયમાં નિર્મલા સીતારામન સામે અનેક પડકારો રહેશે. પાકિસ્તાન તરફથી આતંકવાદી હુમલા સતત કરવામાંઆવી રહ્યા છે. યુદ્ધ વિરામનો ભંગ પણ સતત કરવામાં આવી રહ્યો છે ત્યારે નિર્મલા સીતારામન સામે અનેક નવા પડકારો રહેશે. બીજી બાજુ પિયુષ ગોયેલને પણ મોટી જવાબદારી સોંપી દેવામાં આવી છે. ગોયેલને રેલવે મંત્રાલયની મોટી જવાબદારી સોંપાઈ છે. મુઝફ્ફરનગરના ખતોલીમાં રેલવે દુર્ઘટના થયા બાદ રેલવેમંત્રી સુરેશ પ્રભુએ રાજીનામુ આપી દેવાની ઓફર કરી હતી તે વખતે વડાપ્રધાન મોદીએ સુરેશ પ્રભુને થોડાક દિવસ સુધી રાહ જોવા માટે કહ્યું હતું. સુરેશ પ્રભુના રાજીનામાનો હવે સ્વીકાર કરી લેવાયો છે. સુરેશ પ્રભુને નિર્મલા સીતારામનના વાણિજ્ય મંત્રાલયની જવાબદારી સોંપી દેવામાં આવી છે. ગંગાજળ સંશાધન મંત્રાલયની જવાબદારી ઉમા ભારતી પાસેથી લઇને નીતિન ગડકરીને સોંપી દેવાઈ છે. સ્મૃતિ પાસે બંને ખાતાઓ અકબંધ રહયા છે. સ્મૃતિ પાસે માહિતી અને પ્રસારણ ઉપરાંત કાપડ મંત્રાલયની જવાબદારી પણ છે. સપ્તાહો સુધીબેઠકોનો દોર ચાલ્યો હતો ત્યારબાદ આજે કેન્દ્રીય કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ કોવિંદે તમામને હોદ્દા-ગુપ્તતતાના શપથ લેવડાવ્યા હતા.

Related posts

पश्चिम बंगाल चुनाव के लिए मिशन २५० में जुटी बीजेपी

aapnugujarat

जे-के : 300 करोड़ की हेरोइन मामले में 5 गिरफ्तार

editor

કોંગ્રેસી મહિલાઓ ભાજપ વિરુદ્ધ લડવા તૈયાર રહે : રાહુલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1