Aapnu Gujarat
Uncategorized

રોબર્ટ વાઢેરાની કંપની સામે ચાર એફઆઇઆર દાખલ

કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાઢેરા પર સકંજો તપાસ સંસ્થાઓ દ્વારા મજબુત કરવામાં આવી રહ્યો છે. બિકારનેરમાં જમીન સોદાબાજીમાં સીબીઆઇ તપાસ માટેની રાજસ્થાન સરકાર દ્વારા ભલામણ કરવામાં આવ્યા બાદ હવે કેન્દ્રિય ભ્રષ્ટાચાર વિરોધી તપાસ સીબીઆઇએ ૧૮ એફઆઇઆર દાખલ કરી છે. જે પૈકી રોબર્ટ વાઢેરાની સાથે જોડાયેલી કેટલીક કંપનીઓ પણ સામેલ છે. રોબર્ટ વાઢેરાની કંપની સામે ચાર એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. એફઆઇઆર દાખલ કરવામાં આવ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી છે. સીબીઆઇના પ્રવકતાએ કહ્યુ છે કે ઉંચાપત અને બોગસ દાવા સાથે સંબંધિત ક્લેઇમમાં રાજસ્થાન સરકાર પાસેથી તપાસ લીધા બાદ ૧૮ કેસો ફરી નોંધવામાં આવ્યા છે. સેના દ્વારા ઉપયોગ કરવામાં આવતી મહાજન ફિલ્ડ પાયરિંગ રેજ બિકાનેર માટે મેળવવામાં આવેલી જમીનનો મામલો રહેલો છે. એજન્સી દ્વારા કુલ ૧૮ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે જે પૈકી ગજનેર પોલીસ સ્ટેશનમાં ૧૬ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. બિકાનેરમાં કોલાયત પોલીસ સ્ટેશનમાં બે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. રાજસ્થાનના ગૃહ પ્રધાન ગુલાબ ચંદ કટારિયાએ કહ્યુ છે કે વાઢેરા સાથે સંબંધિત સ્કાય લાઇટ હોસ્પિટલ સાથે ચાર એફઆઇઆર સંબંધ ધરાવે છે. કુલ ૧૮ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.
વાઢેરાની કંપની સામે ચાર એફઆઇઆર છે. વાઢેરાની કંપની આશરે ૨૭૫ બિઘા જમીન ગેરકાયદે ખરીદી લેવામાં સીધી રીતે સંડોવાયેલી છે. બનાવટી નામમાં ૧૪૦૦ બિઘા જમીન ખરીદવા સાથે સંબંધિત આ તમામ ૧૮ એફઆઇઆર છે. સીબીઆઇને આ મામલો સોંપી દીધા બાદ કટારિયાએ આ મુજબની વાત કરી હતી. તેમણે આક્ષેપ કરતા કહ્યુ હતુ કે વર્ષ ૨૦૧૦માં ૨૭૫ બિઘા જમીન ખરીદવા વાઢેરાની થર્ડ પાર્ટી હતી.

Related posts

भारत में खुद को अच्छी तरह से समझने का मौका मिला : डीन एल्गर

aapnugujarat

વેરાવળમાં ૨.૫ ઇંચ વરસાદ ખાબક્યો

editor

ઉપલેટામાં ૧૦ ગેરકાયદેસર ખનીજના ટ્રકો ઝડપતું તંત્ર

editor

Leave a Comment

UA-96247877-1