Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

ઇન્ફોસીસમાં સ્થિરતા લાવવા પર કામો કરશે : નિલકાનીની ખાતરી

દેશની બીજી સૌથી મોટી આઈટી કંપની ઇન્ફોસીસમાં નંદન નિલકાનીની વાપસી થઇ છે. નંદન નિલકાનીની નોન એક્ઝીક્યુટીવ ચેરમેન તરીકે વાપસી થયા બાદ તેમણે વાતચીતમાં કહ્યું છે કે, તેઓ ઇન્ફોસીસને સ્થિરતા લાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે. દેશની બીજી સૌથી મોટી કંપનીમાં કોઇપણ પ્રકારના વિરોધાભાષી અવાજ ન રહે તે બાબત ઉપર તેઓ ધ્યાન કેન્દ્રિત કરશે. આજે મૂડીરોકારણકારો સમક્ષ બોલતા નિલકાનીએ કહ્યું હતું કે, કંપનીના ભવિષ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા તેઓ આવ્યા છે. પડકારો સાથે કંપનીને આગળ લઇ જવાની યોજના છે. તેમણે ઉમેર્યું હતું કે, જ્યાં સુધી જરૂર હશે ત્યાં સુધી આઈટી સર્વિસ કંપનીમાં તેઓ રોકાશે. બોર્ડ અને સ્થાપકો વચ્ચે સંબંધ અંગે પૂછવામાં આવતા નિલકાનીએ કહ્યું હતું કે, તેઓ નારાયણમૂર્તિના સમર્થક અને પ્રશંસક રહ્યા છે. ઇન્ફોસીસ મૂર્થિ અને અન્ય સ્થાપકો સાથે સારા સંબંધ જાળવી રાખીને આગળ વધશે. ઓક્ટોબર મહિનામાં વ્યૂહરચનાની વધુ વિગતો જાહેર કરશે. નોન એક્ઝીક્યુટીવ ચેરમેન તરીકે તેમની ભૂમિકા વિદેશી બાબતો ગવર્નન્સ, કામગીરી ઉપર રહેશે. સીઈઓની સર્ચમાં પણ તેમની ભૂમિકા રહેશે. દેશમાંથી અથવા તો વિદેશી કોઇપણ રીતે અસરકારક ઉમેદવારને સીઈઓ બનાવવામાં આવશે. વિશ્વની સૌથી મોટા બાયોમેટ્રિક આઈડી કાર્ડ પ્રોગ્રામ આધારના ઘડવૈયા તરીકે નિલકાનીને ગણવામાં આવે છે. ગુરુવારે મોડી રાત્રે તેમને ચેરમેન બનાવવામાં આવ્યા હતા. સિક્કાના રાજીનામા બાદ ઇન્ફોસીસ કંપની હચમચી ઉઠી હતી. મૂર્થિ ઉપર દોષારોપણ કરીને ગયા સપ્તાહમાં વિશાલ સિક્કાએ રાજીનામુ આપ્યું હતું. આઠ વર્ષ બાદ કંપનીમાં તેમની વાપસી થઇ છે.
આધારના માળખાને તૈયાર કરવાના હેતુથી આઠ વર્ષ પહેલા તેઓ નિકળી ગયા હતા. કંપનીના સ્થાપકૌ પૈકી એક તરીકે તેમને ગણવામાં આવે છે. ઇન્ફોસીસના હાઈપ્રોફાઇલ સ્થાપકો પૈકીના એક તરીકે રહી ચુકેલા નંદન નિલકાની આઈટી કંપનીમાં પરત ફરે તેવી શક્યતા છેલ્લા કેટલાક દિવસથી પ્રવર્તી રહી છે. સીઈઓ અને એમડી વિશાલ સિક્કાના રાજીનામા બાદ ફરી એકવાર ચર્ચા જોવા મળી રહી હતી. કોર્પોરેટ જગતમાં આજે આને લઇને ભારે ચર્ચા જોવા મળી હતી. નિલકાની ઇન્ફોસીસ સ્થાપિત કરનાર સાત સ્થાપકો પૈકીના એક તરીકે હતા. ૩ દશક અગાઉ તેની રચના કરવામાં આવી હતી. માર્ચ ૨૦૦૨થી એપ્રિલ ૨૦૦૭ વચ્ચે તેના સીઈઓ તરીકે નિલકાની કામ કરી ચુક્યા છે. કોર્પોરેટ નિષ્ણાતોમાં આની ચર્ચા દેખાઈ રહી છે. નંદન નિલકાનીની એન્ટ્રી થયા બાદ રોકાણકારોમાં નવી આશા દેખાઇ રહી છે. વિશાલ સિક્કાના રાજીનામા બદ ઇન્ફોસીસના શેરમાં મોટો કડાકો બોલી ગયો હતો. રોકાણકારોએ એક દિવસમાં જ જંગી નાણાં ગુમાવી દીધા હતા. જો કે હવે ઇન્ફોસીસના શેરમાં ફરી એકવાર રિક્વરી જોવા મળી રહી છે. નિલકાની આવ્યા બાદ ગણેશ ચતુર્થીની રજા બાદ આવતીકાલે શેરબજાર ખુલશે ત્યારે ફરી રિક્વરી જોવા મળી શકે છે. ૧.૭ અબજ ડોલરની સંપત્તિ સાથે નિલકાની સિરિયલ ઇન્વેસ્ટર્સ તરીકે છે અને ડઝન જેટલી સ્ટાર્ટઅપ કંપનીઓમાં રોકાણ કરી ચુક્યા છે.

Related posts

भारत ने कोयला खदान नीलामी में चीनी कंपनियों का प्रवेश किया प्रतिबंधित

editor

રાહુલ ગાંધીના બચાવમાં ઉતર્યા પ્રકાશ રાજ

aapnugujarat

સરકારે એર ઈન્ડિયાને જલદી વેચી દેવી જોઈએ : જેટલી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1