Aapnu Gujarat
બિઝનેસ

વિશાલ સિક્કા હેવલેટ પેકાર્ડ કંપનીમાં ચીફ ટેકનોલોજી ઓફિસર તરીકે હશે

દેશની મહાકાય કંપની ઇન્ફોસીસના સીઇઓ અને એમડી તરીકે રાજીનામુ આપીને ભારતીય કોર્પોરેટ જગતમાં ચર્ચા જગાવ્યા બાદ હવે વિશાલ સિક્કા વિશ્વની પ્રતિષ્ઠિત કંપની હેવલેટ પેકાર્ડમાં ચીફ ટેકનોલોજી ઓફિસર તરીકે સામેલ થઇ શકે છે. ૫૦ અબજ ડોલરની આ મહાકાય કંપનીમાં વિશાલ સિક્કા સામેલ થનાર છે. વિશાલ સિક્કા ક્યા ક્યા પ્રકારની અન્ય ભૂમિકા અદા કરશે તે અંગે હજુ કોઇ વાત કરવામાં આવી નથી. જો કે વિશાલ સિક્કા મોટી જવાબદારી અદા કરનાર છે. મહાકાય કંપની ઇન્ફોસીસના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ તરીકે વિશાલ સિક્કાએ રાજીનામુ આપી દીધા બાદ મૂડીરોકાણકારોની સંપત્તિમાં અભૂતપૂર્વ ઘટાડો નોંધાયો હતો. આઈટીની મહાકાય કંપની ઇન્ફોસીસની માર્કેટ મૂડીમાં ૩૦૦૦૦ કરોડનો નોંધપાત્ર ઘટાડો થયો હતો. ઇન્ફોસીસના બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા વિશાલ સિક્કાનું રાજીનામુ સ્વીકારી લેવાયા બાદ આની ચર્ચા રહી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રમોટરોની સાથે સતત ચાલી રહેલા વિવાદ વચ્ચે વિશાળ સિક્કાએ ઇન્ફોસીસના એમડી અને સીઇઓના હોદ્દા પરથી આખરે રાજીનામુ આપી દેતા આજે કોર્પોરેટ જગતમાં ખળભળાટ મચી ગયો હતો.
વિશાલ સિક્કાએ રાજીનામા સાથે સંબંધિત પત્રમાં સતત સારા કામની સતત અવગણના કરવાનો આક્ષેપ કર્યો હતો. ૧૨મી જૂન ૨૦૧૪ના દિવસે ભારતની બીજી સૌથી મોટી આઈટી આઉટ સોર્સિંગ કંપની ઇન્ફોસીસે કંપનીના સીઈઓ અને એમડી તરીકે વિશાલ સિક્કાની નિમણૂંક કરી હતી. પહેલી ઓગસ્ટ ૨૦૧૪ના દિવસે એસડી સિબુલાલ પાસેથી વિશાલ સિક્કાએ સીઈઓ અને એમડી તરીકેની જવાબદારી સ્વીકારી હતી. ઇન્ફોસીસ બીજા હાઈએસ્ટ ટર્ન ઓવર ધરાવતી કંપની તરીકે હાલમાં ઉભરી હતી. નેશનલ સ્ટોક એક્સચેંજ અને બીએસઈમાં મોસ્ટ ટ્રેડેડ કાઉન્ટર તરીકે ઇન્ફોસીસની ગણતરી કરવામાં આવે છે. કંપનીના સીઈઓ તરીકે નિમણૂંક કરવામાં આવ્યા બાદથી આઈટી ઇન્ડેક્સમાં ૧૬ ટકાનો વધારો નોંધાયો હતો. આ ગાળા દરમિયાન આઈટી ઇન્ડેક્સ અને નિફ્ટી ઇન્ડેક્સમાં ક્રમશ ૧૪ અને ૧૨ ટકાનો વધારો થયો હતો. વિશાલ સિક્કા ખુબ જ કુશળ કારોબારી તરીકે ઉભરી આવ્યા હતા.

Related posts

આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઈલના ભાવ ૧૫૦ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે

aapnugujarat

હવે વોટ્‌સએપ દ્વારા મોકલી શકાશે પૈસા, મની ટ્રાન્સફર થશે સરળ

aapnugujarat

Soros and India

aapnugujarat

Leave a Comment

UA-96247877-1