Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

બિહારમાં પુરની સ્થિતી ખુબ જ ખરાબ થઇ : મૃતાંક ૩૮૦

બિહારમાં પુરની સ્થિતી વધુ ગંભીર અને ખતરનાક બની ગઇ છે. તંત્ર દ્વારા તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં મોતનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. આ આંકડો હવે વધીને ૩૮૦ ઉપર પહોંચી ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં જ વધુ લોકોના મોત થયા છે. નેપાળ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે બિહારમાં હાલત ખરાબ થઇ છે. બિહારમાં ૧.૪૬ કરોડથી વધુ લોકોને પુરની અસર થઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ૨૬મી ઓગષ્ટના દિવસે પુરગ્રસ્ત વિસ્તારોનુ હવાઇ નિરીક્ષણ કરશે. બિહારમાં ૭.૬૧ લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. હજુ ૧.૪૬ કરોડ લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ૨૦૩ સ્ટેટ હાઈવેને નુકસાન થયું છે. ૩.૨૭ લાખ લોકોને ૧૩૩૬ રાહત કેમ્પમાં રાખવામાં આવ્યા છે. પટણાથી પ્રાપ્ત હેવાલ મુજબ બિહારના ૧૮ જિલ્લામાં ૧.૪૬ કરોડથી વધુ લોકોને માઠી અસર થઇ છે. પુરના તાંડવ બાદ મોટા ભાગની પરીક્ષા રદ કરવામા ંઆવી ચુકી છે. સાથે સાથે ટ્રેનો પણ રદ કરવામાં આવી છે. રોગચાળાને રોકવા માટે હવે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.ઉત્તર બિહારમાં હાલત કફોડી છે. અહીં તમામ મોટી નદીઓમાં પાણીની સપાટી ભયજનક સ્તરથી ઉપર પહોંચી છે. જે વિસ્તારમાં સૌથી વધારે અસર થઇ છે તેમાં કિસનગંજ, અરેરિયા, પુરણિયા અને કટિહારનો સમાવેશ થાય છે. કોશી પ્રદેશના કેટલાક રાજ્યો પણ અસરગ્રસ્ત છે. પૂર્વ અને પશ્ચિમ ચંપારણમાં હાલત કફોડી બનેલી છે. નેપાળ અને આસપાસના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની માઠી અસર બિહારમાં થઇ છે. સમસ્તીપુર ડિવિઝનમાં ટ્રેન સેવાને માઠી અસર થઇ છે.રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યા છે. ઇસ્ટ સેન્ટ્રલ રેલવે હેઠળ સમસ્તીપુર ડિવિઝનમાં ઘુટણ સુધી પાણી ભરાયેલા છે. રેલવે લાઇન અને સિગ્નલિંગ વ્યવસ્થા ઠપ થઇ ગઇ છે. પશ્ચિમી ચંપારન જિલ્લામાં ૬.૮૨ લાખ લોકોને અસર થઇ છે. અહીં ૩૬ લોકોના મોત થઇ ચુક્યા છે. અરરિયા જિલ્લામાં સૌથી વધુ ૭૫ લોકોના મોત થયા છે. સિતામઢીમાં ૩૬ લોકોના મોત થયા છે. કટિહારમાં ૨૬, પૂર્વ ચંપારન જિલ્લામાં ૧૯, મધુબાનીમાં ૨૨ લોકોના મોત થયા છે. કિશનગંજમાં ૨૩ લોકોના મોત થયા છે. દરભંગા અને માધેપુરામાં ૧૯-૧૯ લોકોના મોત થયા છે. સુપૌલમાં ૧૫, ગોપાલગંજમાં ૧૪, પુરણિયામાં ૯, મુઝફ્ફરપુરમાં સાત, ખગરિયામાં ૬, સારનમાં ૬, સહરસામાં ૪, સિઓહારમાં ચારના મોત થયા છે.મોટી સંખ્યામાં લોકોને અસર પણ થઇ છે. રાજ્યના જુદા જુદા ભાગોમાં ૧૩૫૮ રાહત કેમ્પ ચાલી રહ્યા છે. જેમાં ૩.૨૭ લાખ લોકોને ખસેડી દેવામાં આવ્યા છે. રાહત અને બચાવ કામગીરીમાં એનડીઆરએફની ૨૮ ટીમો છે. જેમાં ૧૧૫૨ કર્મચારીઓ સામેલ છે. ૧૧૮ બોટ પણ છે. પુરગગ્રસ્ત વિસ્તારોમાં રોગચાળાને રોકવા માટે પણ તં૬ સામે નવી સમસ્યા સર્જાઇ ગઇ છે. બિહારમાં નીતિશ કુમાર સરકાર સામે મોટા પડકારની સ્થિતી છે. આસામ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં પુરની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થતા તંત્રને મોટી રાહત થઇ છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરીને ઝડપી કરવામાં આવી છે. કાઝીરંગા નેશનલ પાર્કમાં પ્રાણીઓને બચાવવાના પ્રયાસ પણ ચાલી રહ્યા છે. એકંદરે સ્થિતિમાં સુધારો થતાં રાહત કામગીરી ઝડપી કરાઈ છે. ગુવાહાટીથી પ્રાપ્ત અહેવાલ મુજબ આસામમાં પુરની સ્થિતિમાં કોઇ સુધારો થયો નથી. પુરના બીજા દોરમાં જે ૭૦ લોકોના મોત થયા છે. આસામમાં ૧૫૫ થી પણ ઉપર પહોંચી ગયો છે. રાજ્યમાં ૧૬ જિલ્લાઓમાં ૨૨ લાખ લોકો સકંજામાં છે. હાલમાં ૨૫૮૯ ગામો પુરના પાણીમાં છે અને ૧.૬૭ લાખ હેક્ટર પાક ભુમિને નુકસાન થઇ ચુક્યું છે. ૨૨ લાખ લોકોને અસર થઇ છે. છેલ્લા મહિના બાદથી નવેસરના પુરના કારણે ધેમાજી, લખીમપુર અને બારપેટા સહિતના ૧૬ જિલ્લા અસરગ્રસ્ત થયેલા છે. કોકરાઝાર, જોરહાટ, શિવસાગર, ડિબ્રુગઢમાં પણ પુરની સ્થિતિ સર્જાયેલી છે. પ્રથમ રાઉન્ડમાં ૮૫ લોકોના મોત થયા હતા અને ૧૯ લાખને અસર થઇ હતી.એપ્રિલથી જુલાઈ વચ્ચેના ગાળામાં આ ૮૫ મોત થયા હતા. હવે બીજા દોરમાં વધુ ૭૦ લોકોના મોત થયા છે. આની સાથે જ આ વર્ષે પુર સંબંધિત બનાવોમાં કુલ મોતનો આંકડો વધીને ૧૫૫ ઉપર પહોંચી ગયો છે.
ઉત્તર પ્રદેશમાં મૃતાંક વધીને વધીને ૮૨ ઉપર પહોંચી ગયો છે. ૨૨ લાખ લોકોને અસર થઇ છે. ૨૫ જિલ્લા પણ સકંજામાં આવી ગયા છે. પશ્ચિમ બંગાળમાં મોતનો આંકડો વધીને ૧૫૨ ઉપર પહોંચ્યો છે અને ૧.૫ કરોડને અસર થઇ છે.

Related posts

ફ્લિપકાર્ટે વોલમાર્ટને ૭૭ ટકા હિસ્સેદારી વેચી દીધી

aapnugujarat

કર્ણાટક ચૂંટણી : યેદિયુરપ્પાએ પોતાનું ઉમેદવારીપત્ર નોંધાવ્યું

aapnugujarat

મુગલસરાઈ રેલવે સ્ટેશનનું નવું નામ દીનદયાળ ઉપાધ્યાય સ્ટેશન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1