Aapnu Gujarat
Uncategorized

મોરબી જિલ્લામાં આવતા ટોલનાકામાં પસાર થતાં વાહનોનો સી.સી.ટી.વી.કચેરી ગોઠવી રેકોર્ડ જાળવવો પડશે.

૧૭ હાલે સમગ્ર રાજય અને રાષ્ટ્રમાં ત્રાસવાદી પ્રવૃત્તિઓમાં દિનપ્રતિદિન વધારો થતો હોવાનું જણાયેલ છે.આવા બનાવો પરથી જણાય છે કે,ત્રાસવાદી/અસામાજિક તત્વો વાહનો મારફતે મુસાફરી કરી શહેરી વિસ્તારમાં ગુપ્ત આશરો મેળવી ઉપરોકત વિગતે ત્રાસવાદી પ્રવૃતિ આચરી જાહેર સલામતિ અને શાંતિનો વ્યાપકપણે ભંગ કરેલ છે. તેમજ જાન-માલ અને માનવ       જીંદગીની તેમજ મિલ્કતની પણ મોટાપાયે ખુવારી કરી ગુન્હાઓ આચતરી વાહનો મારફતે નાસી છુટતા હોય છે. તાજેતરમાં મિલ્કત સબંધી ગુન્હાઓ અને મુંબઇ પ્રોહીબીશન એકટ હેઠળના ગુન્હાઓનું પ્રમાણ પણ વધવા પામેલ હોય તેમજ ગુન્હેગારો આવા ગુન્હાઓ આચરી ગુન્હાના સ્થળેથી અન્ય જિલ્લા તેમજ રાજય બહાર પણ નાસી જાય છે.ત્રાસવાદીઓ/ગુન્હેગારોએ વાહન મારફતે મુસાફરી કરી હોય તેની વિગતો બનાવ પછી મળે છે. પરંતુ વાહનની પાકી ઓળખ પ્રસ્થાપિત થઇ શકતી નથી. જેનો લાભ ગુનો આચરનારને મળે છે.

મોરબી જિલ્લામાં અન્ય રાજયમાંથી કે અન્ય જિલ્લામાંથી  કે દેશ બહારથી આવતા આવા તત્વોને શોધી પકડી પાડવા અને ગંભીર પ્રકારના ગુન્હાઓ થતા અટકાવવા થયેલ ગુન્હાઓનો પર્દાફાશ કરવા તથા ગુનેગારોને પકડી શકાય તે હેતુ માટે પી.જી.પટેલ,અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ,મોરબીએ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ હેઠળ મળેલ સત્તાની રૂએ એક જાહેરનામું પ્રસિધ્ધ કરી મોરબી જિલ્લા પોલીસ વિસ્તારમાં આવેલ નીચે મુજબના ટોલનાકાઓના મેનેજરશ્રી,વહીવટકર્તાઓ તેમજ ટોલનાકા માટે ટોલ ટેકસ વસુલાત માટે કોન્ટ્રાકટ આપનાર સબંધિત સત્તાધિકારીઓએ ટોલ નાકામાંથી પસાર થતાં તેમજ ટોલનાકા સર્વિસ રોડ પરથી પસાર થતાં તમામ વાહનોના નંબર પ્લેટ અને વાહનના ચાલક સ્પષ્ટ રીતે દેખાય તે રીતે સી.સી.ટી.વી.કેમેરા ગોઠવી ટોલનાકામાંથી પસાર થતાં વાહનોનું રેકોર્ડીંગ કરવું તથા વાહનોના રજીસ્ટ્રેશનની સંપુર્ણ વિગતોની નોંધણી કરવી. તેમજ ટોલપ્લાઝા પર અધિક પોલીસ મહાનિર્દેશકશ્રી, એ.એસ.ટી.,ગુજરાત રાજય, અમદાવાદના ખાનગી પત્ર ક્રમાંક તા.૦૩/૧૨/૨૦૧૨ માં દર્શાવવામાં આવેલ  વિકલ્પ-૧ અથવા વિકલ્પ-૨ મુજબના સ્પેસીફીકેશન ધરાવતા કેમેરા લગાવવાના રહેશે. આવા ડીજીટલ રેર્કોડીંગ તેમજ કોમ્પ્યુટર નોંધણીની ડેટા બેંક-અપ ૨૦(વીસ) દિવસ સુધી જાળવી રાખવો. તેમજ સલામતિ વિષયક બાબતો સંભાળતી પોલીસ સહિતની કોઇપણ એજન્સી આવા ડેટાની માંગણી કરે ત્યારે બનતી ત્વરાએ. ઉપલબ્ધ કરવા ફરમાવ્યું છે.

Related posts

સ્ટ્રીટ લાઈટો ઉભી કરવામાં આવે છે જેને વાહન ચાલકો બિન્દાસ તોડી ને જતા રહે છે

aapnugujarat

રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન તરીકે જયેશ રાદડિયાની વરણી

editor

મોરબીમાં જમીન મુદ્દે પિતા-પુત્રી અને ભત્રીજાની હત્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1