Aapnu Gujarat
Uncategorized

માળીયા અને માંગરોળ તાલુકાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૩ ઓગષ્ટના રોજ યોજાશે

તાલુકા કક્ષાનાં પ્રશ્રોના નિકાલ માટે લોકોએ તેમની ફરિયાદ રજુ કરવા માટે ઉચ્‍ચ કક્ષા સુધી જવું ન પડે માટે તાલુકા કક્ષાએ સ્‍વાગત ઓનલાઇન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત તા. ૨૩ ઓગષ્ટનાં રોજ યોજાનાર કાર્યક્રમ માટે તાલુકા કક્ષાનાં મળેલ પ્રશ્‍નો–ફરિયાદો કે જેમાં જેમાં કોઇપણ અરજદારને અરજી કરતા પહેલાં ગ્રામ કક્ષાનો પ્રશ્‍ન હોય તો ગ્રામ પંચાયત, તલાટી કમ મંત્રી, ગ્રામ સેવકને પ્રથમ અરજી કરેલ હોય, અને તે અનિર્ણિત હોય, તાલુકા કક્ષાનો પ્રશ્ર હોય તો તાલુકાનાં જવાબદાર અધિકારીશ્રીને પ્રશ્‍ન લેખિતમાં રજુઆત કરેલ હોય, અને તે અનિર્ણિત હોય આ કાર્યક્રમમાં રજુ થતા પ્રશ્‍નો ગ્રામ અને તાલુકા કક્ષાએ જ નિર્ણય લઇ શકાય તેવા હોય, તેમજ અરજદારે રૂબરૂમાં પોતાનાં પ્રશ્‍નના આધાર પુરાવા સાથે રજુઆત કરી હશે તેવા પ્રશ્નકર્તાએ જો કાર્યક્રમમાં એક જ વિષયને લગતી રજુઆત કરી હશે કે  તેમણે ૨૩ ઓગષ્ટનાં રોજ માંગરોળ તાલુકાનાં નાગરીકો માટે માંગરોળ મામલતદાર કચેરી ખાતે અને માળીયા તાલુકાનાં નાગરીકો માટે માળીયા હાટીના મામલતદાર કચેરી ખાતે સવારે ૧૧-૦૦ કલાકે ઉપસ્થિત રહેવુ તેમ મામલતદાર માંગરોળ અને માળીયા હાટીનાની યાદીમાં જણાવાયું છે.

Related posts

સુત્રાપાડા તાલુકાના સોળાજ ગામના ખેડૂત દ્વારા પ્રથમવાર કરવામાં આવ્યું તમાકુનું વાવેતર

editor

કેશોદ ખાતે યોજાયો કલા મહાકુંભ- સોરઠી પરગણાંની ગ્રામિણ કળાઓ થઇ ઊજાગર

aapnugujarat

શહેરા તાલુકા લાભી ગામે આવેલી પ્રાથમિક શાળા ખાતે માતૃ-પિતા પૂજન દિવસ ઉજવાયો

editor

Leave a Comment

UA-96247877-1