Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

કેનેડામાં ભારતીય બિઝનેસમેનનાં ઘર પર ફાયરિંગ

કેનેડામાં ભારતીય મૂળના બિઝનેસમેનના ઘર પર નિશાન સાધવામાં આવ્યું છે. તેમને ટાર્ગેટ કરીને અંધાધૂંધ ફાયરિંગ ઘર પર કરવામાં આવ્યું છે. આ ઘટનાને સવારનાં સમયે અંજામ અપાયો હતો જેમાં હુમલો કરનારે હિન્દુ બિઝનેસમેનના ઘર પર એક પછી એક 11થી વધુ રાઉન્ડ ફાયર કર્યા હોવાના મીડિયા અહેવાલો અત્યારે સામે આવી રહ્યા છે. જોકે આ હુમલામાં હજુ સુધી તપાસ ચાલી રહી છે અને પ્રાથમિક માહિતી પ્રમાણે કોઈને નુકસાન નથી પહોંચ્યું. જોકે ઘરની હાલત જોઈએ તો હુમલા પછી ખંડેર થઈ ગયું છે.

ફાયરિંગની આ ઘટના કેનેડાનાં બ્રિટિશ કોલંબિયા પ્રોવિન્સનાં સરે શહેરમાં ઘટી છે. હુમલો કરનારે આ ઘટનાને 27 ડિસેમ્બરની સવારે લગભગ 8 વાગ્યે હુમલો કરીને અંજામ આપ્યો હતો. સરે રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલસના નિવેદન પ્રમાણે જે ઘરને નિશાન બનાવાયું હતું તે ભારતીય બિઝનેસ મેન અને એક પ્રખ્યાત મંદિરના અધ્યક્ષના દીકરાનું છે. જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટી નથી થઈ પ્રાથમિક તપાસમાં બધુ સામે આવ્યું છે.

આ અંગે મીડિયા રિપોર્ટ્સમાં ચર્ચા ચાલી રહી છે, જેમાં ઈન્ડિયન બિઝનેસમેનના પરિવાર પર ટાર્ગેટ કરાઈ રહ્યો હોવાની વાત સામે આવી રહી છે. તેમના દીકરાના ઘર પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 11થી વધુ રાઉન્ડ ફાયર કરાયા હતા. જોકે આમાં કોઈને ઈજા નથી પહોંચી પરંતુ ઘરને નુકસાન થયું છે. પોલીસ પણ તત્કાલિક ત્યાં પહોંચી ગઈ અને કલાકો સુધી ઘટનાસ્થળ પર રહી હતી. અત્યારે પુરાવા અને સાક્ષીઓ જે છે તેમની સાથે વાતચીત કરવામાં આવી રહી છે. અત્યારે આસપાસનાં વિસ્તારોના સીસીટીવી ફુટેજ ચેક કરવામાં આવી રહ્યા છે. જેમના ઘરે હુમલો થયો તે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે દાવો કરી રહ્યા છે કે આ લક્ષ્મી નારાયણ મંદિરના અદ્યક્ષના દીકરાનું ઘર હોવાનું પણ ચર્ચામાં આવી રહ્યું છે. જોકે તપાસ બાદ વધુ સ્પષ્ટતા થશે.
આ મામલે કેનેડાની ઈન્વેસ્ટિગેશન યૂનિટે પોતાના હાથમાં લીધી છે. અત્યારે આ અધિકારીઓ હુમલા પાછળનું કારણ શોધવા લાગી ચૂક્યા છે. આવું પહેલીવાર નથી થયું કે ભારતીયો પર હુમલો થયો હોય. અહીં મંદિરો પર પણ હુમલો થયો હોય તેવું સામે આવી ચૂક્યું છે. અગાઉ પણ જોવા જઈએ તો ગત મહિને લક્ષ્મી નારાયણ મંદિરમાં હંગામો થયો હતો. આ દરમિયાન મંદિરના અધ્યક્ષે એક નિવેદન પણ આપ્યું હતું જોકે ત્યારપછીના એક મહિનામાં જ તેમના દીકરાનાં ઘર પર હુમલો કરવામાં આવ્યો હતો.

Related posts

૨૫૦ દ્વીપો પર કબજાની ચીનની યોજના

editor

યમનમાં રાજકીય સંકટ : અલગાવવાદીઓનો સરકારી ઇમારતો પર કબજો

aapnugujarat

Would like to meet Kim Jong Un this weekend at demilitarized zone : Trump

aapnugujarat
UA-96247877-1