Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ભારતનો સ્વતંત્રતા દિવસ યુએસમાં રાષ્ટ્રીય દિવસ તરીકે ઊજવાશે

ભારતનો સ્વતંત્રતા દિવસ ટૂંક સમયમાં અમેરિકામાં પણ રાષ્ટ્રીય દિવસની તરીકે ઉજવણી કરવામાં આવી શકે છે. સાંસદ થાનેદારની આગેવાની હેઠળના ભારતીય-અમેરિકન સાંસદોના એક જૂથે યુએસસંસદના નીચલા ગૃહ પ્રતિનિધિ સભામાં પ્રસ્તાવ મૂક્યો છે કે ભારતના સ્વતંત્રતા દિવસને વિશ્વની બે સૌથી મોટી લોકશાહીના રાષ્ટ્રીય દિવસ ઉજવણી તરીકેની જાહેર કરવાની વિનંતી કરવામાં આવી છે.
આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે યુનાઇટેડ સ્ટેટ્‌સ અને ભારત વચ્ચેની મજબૂત ભાગીદારી જે બંને દેશોના સહિયારા લોકતાંત્રિક મૂલ્યોમાં રહેલી છે, વૈશ્વિક લોકશાહી અને શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને આગળ વધારવા માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે. આ પ્રસ્તાવ સાંસદ શ્રી થાનેદાર વતી પ્રતિનિધિ સભામાં રજૂ કરવામાં આવ્યો છે. તે કોંગ્રેસમેન બડી કાર્ટર અને બ્રાડ શેરમેન દ્વારા પણ સહ-પ્રાયોજિત છે. પ્રસ્તાવમાં નોંધવામાં આવ્યું હતું કે ભારતના વડા પ્રધાન ૨૨ જૂનના રોજ યુનાઇટેડ સ્ટેટ્‌સની સત્તાવાર મુલાકાતે હતા અને બંને દેશોએ સમાન હિતો અને સ્વતંત્રતા, લોકશાહી, બહુમતીવાદ, કાયદાના શાસન અને સહિયારી પ્રતિબદ્ધતાઓના આધારે વિશ્વાસ અને પરસ્પર સમજણને એક સંપૂર્ણ નવા સ્તરે સમજ ઉભી કરી છે.
આ પ્રસ્તાવમાં જણાવાયું છે કે ભારતીય વારસાના અમેરિકન નાગરિકો સરકારી અધિકારીઓ, લશ્કરી કર્મચારીઓ અને કાયદા અમલીકરણ અધિકારીઓ બનીને દેશમાં જાહેર જીવનને વધારે છે. આ લોકો બુદ્ધિપૂર્વક યુએસ બંધારણના સિદ્ધાંતોનું પાલન કરે છે.
તેઓ દેશની વિવિધતાને સમૃદ્ધ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. આ ઉપરાંત પ્રસ્તાવમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ભારતનો સ્વતંત્રતા દિવસ અમેરિકામાં રહેતા ભારતીયો સાથે ઉજવવો જરૂરી અને મહત્વપૂર્ણ છે.

Related posts

२० लाख से अधिक मुस्लिमों ने हज यात्रा की शुरुआत की

aapnugujarat

કાબૂલ : હોટલ હુમલામાં મોતનો આંકડો વધીને ૧૮

aapnugujarat

ટ્રમ્પના ન્યૂક્લિયર એટેક જેવા ગેરકાયદેસર આદેશ માનવા સેનાનો ઇન્કાર

aapnugujarat
UA-96247877-1