Aapnu Gujarat
ગુજરાત

જુનાગઢમાં 2 કલાકમાં 5 ઈંચ વરસાદ પડ્યો

 ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં ભારે વરસાદથી 5 ગામોનો સંપર્ક તૂટ્યો છે. જ્યારે જુનાગઢમાં ભારે વરસાદને પગલે સોસાયટીમાં પાણી ભરાઇ જતા ઘરવખરીનો સામાન પાણીમાં તણાયો હોવાનું જાણવા મળે છે. મળતી માહિતી મુજબ, જુનાગઢ જિલ્લામાં વરસાદે ધોધમાર બેટિંગ કરતાં બે કલાકમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યારે જુનાગઢનો વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થયો છે. ધોધમાર વરસાદના કારણે ડેમમાં પાણીની આવક થઇ છે. ડેમ એક ફૂટથી વધુ ઓવરફ્લો થયો છે. તો બીજી તરફ ભારે વરસાદને પગલે જુનાગઢની વાણંદ સોસાયટીમાં પાણી ભરાઇ ગયા હતા.

જુનાગઢમાં બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. જુનાગઢના વોર્ડ નંબર 6માં આવતા શાંતેશ્વર વિસ્તારમાં પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે સ્થાનિક લોકોએ રોષ વ્યક્ત કર્યો છે. જુનાગઢ બાયપાસ માર્ગ પર પણ વરસાદી પાણી ભરાયા છે. જેને લઈને વાહનચાલકો હેરાન થયા છે. શહેરમા ધોધમાર વરસાદ ખાબકતા ઝાંઝરડા રોડ પર પાણી ફરી વળ્યા છે. તેમજ અંડર બ્રિજમાં પણ પાણી ભરાયા છે.

ઉના શહેરમાં 4 કલાકમાં 4 ઇંચ ધોધમાર પવન સાથે મનમૂકીને વરસાદ વરસ્યો હતો. શહેરમાં ભારે વરસાદને લઈ ઠેર ઠેર પાણી ભરાયાં હતાં. ઉના ગીર ગઢડા પંથક તેમજ આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ વરસતા ધરતીપુત્રો ખુશખુશાલ થયા છે. ગીર સોમનાથ જિલ્લામાં વહેલી સવારથી જ કેટલાક તાલુકા મથક પર વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે છેલ્લા 3 કલાક કરતા વધુ સમયથી ઉના વિસ્તારમાં પડેલા વરસાદના કારણે 3 ઇંચ જેટલો વરસાદ નોંધાતા ચારે તરફ પાણી પાણી જોવા મળી રહ્યું છે.

ગુજરાતમાં આજે 2 જિલ્લા નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હોવાથી રેડ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે 3 જિલ્લા સુરત, ડાંગ અને તાપીમાં ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 2 દિવસ અત્યંત ભારે વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે. 1 જુલાઈથી વરસાદની ગતિ ધીમી પડશે.

Related posts

હાઇકોર્ટ ત્રણ દિવસ સુધી સંપૂર્ણપણે બંધ, આઠ કર્મચારીઓ અને એક કોન્સ્ટેબલ કોરોના પોઝિટિવ

editor

સાણંદમાં વ્યાજખોરોનો આંતક : કુંટુંબી સભ્યોને માર મરાતા ચકચાર

aapnugujarat

તા.૨૪ મી એ નર્મદા જિલ્લામાં પોલીસને લગતા પ્રશ્નોનો સ્થળ ઉપર ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે : તા.૧૬ મી સુધી પ્રશ્નો મોકલો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1