Aapnu Gujarat
ગુજરાત

રાજસ્થાનમાં ગુજરાતી પરિવારને નડ્યો ગંભીર અકસ્માત, પતિ-પત્ની સહિત 3ના મોત

રાજસ્થાનના બીકાનેરમાં મૂળ બનાસકાંઠા જિલ્લાના ધાનેરીના પરિવારને અકસ્માત નડતા 3 લોકોના મોત થયા છે. મૃતકોમાં આર્મીમેન પતિ, પત્ની અને સાસુનો સમાવેશ થાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર દાંતીવાડા તાલુકાના ધાનેરી ગામના ખેડૂત પરિવારનો પુત્ર પ્રભુભાઈ ચૌધરી વર્ષ 2013માં મા ભોમની સેવાકાજે આર્મીમાં જોડાયા હતા અને તેઓ બિકાનેર આર્મી કેમ્પ ખાતે જ ફરજ બજાવતા હતા. શુક્રવારે રાતે બિકાનેર હાઈવે પર અકસ્માત સર્જાતા ત્રણેયના મોત થયા હતા.
સ્થાનિક મીડિયા અહેવાલ અનુસાર આર્મીમેન પ્રભુભાઈ પરિવાર સાથે કામઅર્થે જઈ રહ્યા હતા ત્યારે હાઈવે પર ટ્રક સાથે કારની ધડાકાભેર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે, કારના કુરચા બોલી ગયા. આ ગંભીર અકસ્માતમાં આર્મીમેન, તેમના પત્ની અને સાસુને શરીરના અલગ-અલગ ભાગોમાં ગંભીર ઈજાઓ થવાને કારણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. બનાવની જાણ ધાનેરી ગામે પહોંચતા જ પરિવાર સહિત ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. પાલનપુર તાલુકાના વિકાસ અધિકારીને તેમને ફાળવેલા કોન્ટ્રાકની ગાડીને પાલનપુર હાઈવે પર અકસ્માત નડ્યો હતો. જેમાં કાર ડમ્પર સાથે ટકરાતા કારને નુકસાન થયું હતું.

Related posts

રાજ્યમાં ૧૦ જિલ્લાઓમાં નવા સાયબર પોલીસ સ્ટેશનને મંજૂરી

editor

ધ્રાંગધ્રામાંથી ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયુ

editor

ગુજરાતમાં કોંગ્રેસ ૧૦ બેઠક જીતશે : શંકરસિંહ વાઘેલા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1