Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

શ્રીસંત પર આજીવન પ્રતિબંધ ઉઠાવવાનો કેરળ હાઈકોર્ટ દ્વારા આદેશ

કેરળ હાઈકોર્ટે સ્પોટ ફિક્સિંગ આરોપોના આધાર પર શ્રીસંત ઉપર લાદવામાં આવેલા આજીવન પ્રતિબંધને ઉઠાવી લેવા ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડને આદેશ આપ્યો હતો. ક્રિકેટર શ્રીસંત દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી ઉપર વિચારણા કરવામાં આવ્યા બાદ આ આદેશ કોર્ટ દ્વારા જારી કરવામાં આવ્યો હતો. ૨૦૧૫માં તેને દિલ્હી કોર્ટે રાહત આપી દીધા બાદ પણ પ્રતિબંધ નહીં ઉઠાવવાના બીસીસીઆઈના નિર્ણયને પડકાર ફેંકીને માર્ચ મહિનામાં ક્રિકેટર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી ઉપર વિચારણા કરવામાં આવ્યા બાદ કેરળ હાઈકોર્ટે આ મુજબનો આદેશ આજે જારી કર્યો હતો. ઇન્ડિયન પ્રિમિયર લીગની વર્ષ ૨૦૧૩ની એડિશનમાં સ્પોટ ફિક્સિંગના આક્ષેપોના આધાર પર બીસીસીઆઇ દ્વારા તેના પર આજીવન પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો. પ્રતિબંધને પડકાર ફેંકીને શ્રીસંતે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે, પ્રતિબંધ નહીં ઉઠાવવાનો મામલો તેના બંધારણીય અધિકારોના ભંગ સમાન છે. દિલ્હી પોલીસ દ્વારા પુરી પાડવામાં આવેલી માહિતીના આધાર પર બીસીસીઆઈએ તેના ઉપર પ્રતિબંધ લાદ્યો હતો. કોર્ટ દ્વારા આના પર વિચારણા કરવામાં આવ્યા પછી અહાઈકોર્ટે પ્રતિબંધ ઉઠાવ્યો હતો. અગાઉ દિલ્હી કોર્ટે તેને રાહત આપી હતી પરંતુ બીસીસીઆઈએ બંધારણીય અધિકારોના ભંગ તરફ દોરી જાય તે રીતે પ્રતિબંધને ઉઠાવ્યો ન હતો. બીસીસીઆઈએ ટીમમાંથી તેને સસ્પેન્ડ કરી દીધો હતો અને મે ૨૦૧૩માં દિલ્હી પોલીસ દ્વારા તેની ધરપકડ કરાયા બાદ તપાસનો આદેશ કર્યો હતો. પ્રાથમિક તપાસ અહેવાલ જૂન ૨૦૧૩માં બીસીસીઆઈના પ્રમુખના નેતૃત્વમાં તપાસ ટીમ દ્વારા સુપ્રત કરવામાં આવ્યો હતો. સુનાવણીની તક પણ આપવામાંઆવી ન હતી. મોડેથી આ મામલો ખુબ જ ગરમ બન્યો હતો અને શ્રીસંતની પ્રતિષ્ઠાને ફટકો પડ્યો હતો.

Related posts

આઈસીસી રેંકિંગ : ભારતીય ટીમ ફરીવાર નંબર વન બની

aapnugujarat

મીરવાઇઝ દિલ્હીમાં : ટેરર ફંડિગને લઇ પુછપરછ

aapnugujarat

जातिगत भेदभाव जारी रखना दुर्भाग्यपूर्ण हैं : सुप्रीम

aapnugujarat

Leave a Comment

UA-96247877-1